શોધખોળ કરો

રાજ્યમાં ફરી એક વખત નશાના વાવેતરનો પર્દાફાશ, રાજકોટમાં 127 કિલો ગાંજો ઝડપાયો

રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાનાં નાના માત્રા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે.

Cannabis Cultivation: રાજ્યમાં ફરી એક વખત નશાના વાવેતરનો પર્દાફાશ થયો છો. રાજકોટમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. રાજકોટ જિલ્લાનાં વિંછીયા તાલુકાનાં નાના માત્રા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. અહીં 127 કિલો ગાંજાના છોડ સાથે વિનુ ગ્રાંભરડા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ગાંજાની બજાર કિંમત ૧૨ લાખ ૭૦ હજાર રૂપિયા હોવાની માહિતી છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા પણ રાજકોટમાં ગાંજો ઝડપાયો હતો. રાજકોટ, વલસાડ અને ભાવનગરથી ગાંજો ઝડપાયો હતો. રાજકોટમાં વીંછિયાના પાટીયાળી ગામની વાડીમાંથી 3 ખેતરોમાં ગાંજાનો જથ્થો પકડાયો છે. રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. 48 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી છે. ધનજી કોળીએ 12 એકરમાં ગાંજાની ખેતી કર્યાનો આરોપ છે.

થોડા સમય પહેલા રાજકોટ ઉપરાંત વલસાડમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. ડુંગરી પોલીસને બાતમી મળી કે, વલસાડ હાઈવે પર પસાર થતી એક કારમાં ગાંજાનો જથ્થો છે. જે બાદ પોવીસે વોચ ગોઠવી હતી. જો કે ગાંજાની હેરાફેરી કરનાર વ્યક્તિને પોલીસની ગંધ આવી જતા સુરત તરફ કાર લઈને ભાગ્યો હતો. જે બાદ પોલીસે પીછો કર્યો પણ નશાના સોદાગરને ઝડપવામાં સફળતા ન મળી.

ગાંજો લઈને આવનાર શખ્સ જંગલ વિસ્તારનો લાભ લઈને કાર મુકી ફરાર થયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા 56 કિલો ગાંજો મળી આવ્યો છે. તો આ બાજુ ભાવનગર જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. જિલ્લાના પાલીતાણાનાં જાળિયા ગામમાં ગાંજાનું વાવેતર થયાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાની ખેતી મળી હતી. પોલીસે આ કેસમાં પંકજ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે.

ગાંજો એક પ્રકારનો નશો છે. ગાંજો વાસ્તવમાં કેનાબીસ સેટીવા નામના છોડના સૂકા ફૂલો, પાંદડા, દાંડી અને બીજનું લીલા-ભુરો મિશ્રણ છે. ગાંજાનું લાંબા સમય સુધી સેવન કરવાથી વ્યક્તિ તેનો વ્યસની બની જાય છે. હાલમાં, તેનું સેવન કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે તેમાં મોટાભાગના યુવાનો છે. યુવાનોને કોઈપણ દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ગાંજાના સતત સેવનથી શરીર પર ખરાબ અસર પડે છે અને ઘણી બીમારીઓને જન્મ આપે છે. તે મગજની ચેતાના વિકાસ અને કાર્યોને અસર કરે છે. આનાથી આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર થવા લાગે છે અને આપણે સુસ્ત થઈ જઈએ છીએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

Embed widget