શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ યુવતીને યુવક સાથે થયો પ્રેમ ને પરિવારની મરજી વિરુદ્ધ કરી લીધા લગ્ન, પછી શું થયું?
જસદણના કાળાસરાના યુવકને ગામની જ યુવતી સાથે પ્રેમ થતાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જેનું મનદુખ રાખીને યુવતીના પરિવારે યુવકના પરિવારના સભ્યો પર હુમલો કરી દીધો હતો.
રાજકોટઃ જસદણના કાળસર ગામે પ્રેમલગ્ન મામલે કોળી પરિવાર ઉપર પાંચ શખ્સોએ શહસ્ત્ર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 4 લોકોને ઇજા પહોંચી હતી. હુમલાખોરો ફરિયાદની પૌત્રવધૂનું અપહરણ કરીને ઘરમાં પૂરી દીધી હતી. જોકે, પોલીસે દોડી જઇ યુવતીને મુક્ત કરાવી હતી. ફરીયાદ પક્ષના બે શખ્સોએ રાત્રીના આરોપીના ઘર ઉપર પથ્થરમારો કરતા પોલીસે બન્નેને ઝડપી લીધા છે. જેમાંથી એક એક શખ્સ દારૂ પીધેલ હતો. હુમલાખોર પાંચેયને પીએસઆઇ કોડીયાર તથા સ્ટાફે દબોચી લીધા છે.
આ અંગેની વિગતો એવી છે કે, જસદણના કાળાસરાના યુવકને ગામની જ યુવતી સાથે પ્રેમ થતાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જેનું મનદુખ રાખીને યુવતીના પરિવારે યુવકના પરિવારના સભ્યો પર હુમલો કરી દીધો હતો. તેમજ યુવતીને તેનો પરિવાર અપહરણ કરીને લઈ ગયો હતો અને ઘરમાં પૂરી દીધી હતી. જોકે, આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે યુવતીને છોડાવીને પરિવારને સોંપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement