Rajkot: ગોંડલમાં થયેલા બે સગ્ગા ભાઈઓના મોત મામલે થયો ચોંકાવનારો ખુલાસો, આ કારણે પિતાએ જ ઉતાર્યા હતા મોતને ઘાટ
રાજકોટ: જિલ્લાના ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા બે માસૂમ ભાઈઓના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે.
રાજકોટ: જિલ્લાના ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ ક્વાટરમાં રહેતા બે માસૂમ ભાઈઓના શંકાસ્પદ મોત મામલે મોટો ખુલાસો થયો છે. તમને જણાવી દઈએ કે, દરગાહમાં ન્યાજ ખાધા બાદ બન્ને બાળકો રોહિત (ઉ.વ.3) અને હરેશ (ઉ.વ.13) ના મોત થયા હોવાનું તેમના પિતા પ્રેમજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું.
જો કે, ફોરેન્સિક પીએમ બાદ ખૂદ પિતાએ જ બંને બાળકોને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પહેલી પત્નિ ઉપર આરોપી ચારિત્ર્ય અંગેની શંકા કરતો હોવાની પણ માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પતિથી છૂટાછેડા લીધેલ પત્નીએ ચારિત્ર્ય અંગેની શંકાનો ખુલ્લાસો કર્યો હતો. લગ્ન સમયગાળા દરમિયાન પતિ-પત્નિ વચ્ચે ચારિત્ર્યની શંકાને ઝઘડા થતા હતા.
બંને માસૂમ બાળકો પોતાના નહિ હોવાની શંકાને લઈને ખૂદ પિતાએ જ માસૂમ પુત્રોને ઝેર પાઈને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે બાળકોને મોતને ઘાટ ઉતારનાર પિતાને ઝડપી પાડીને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોંડલ પોલીસને પ્રથમથી જ બાળકોના પિતા પર શંકા હતી. ગોંડલ પોલીસ દ્વારા બાળકોના પિતાની સઘન પૂછપરછ કરતા પોતે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ ક્વાર્ટરમાં રહેતા 3 અને 13 વર્ષના બે માસુમ બાળકોએ દરગાહમાં ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસર થી મોત થયું હોવાની બાળકોનાં પિતાની કેફિયત પોલીસતંત્રને ગળે ન ઉતરતા પોલીસે આગવી ઢબે માસુમ બાળકોના હેવાન પિતાની પૂછપરછ કરતા પાસવી પિતાએ પોતે જ ઝેર પીવડાવી હત્યા નીપજાવ્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા રાજેશ પ્રેમજીભાઈ મકવાણાના પુત્રો રોહિત ઉમર વર્ષ ત્રણ અને હરેશ ઉંમર વર્ષ 13 ને બે દિવસ પહેલા દરગાહમાં ન્યાજમાં ભોજન લીધા બાદ ઝેરી અસ થી મોત થયું હોવાની તેના પિતાની કેફિયત પોલીસે તંત્રને ગળે ન ઉતરતા ગોંડલ નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, સિટી પીઆઈ ગોસાઈ સહિતના પોલીસ અધિકારીઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન પોલીસની આગવી પૂછપરછમાં અત્યારે પિતા રાજેશ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. તેને જ તેના બંને સંતાનોને પોતાના ઘરે ઝેર પીવડાવી દીધા હોવાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી 302 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન માસુમ બાળકોની માતા હિરલબેનનો પોલીસે સંપર્ક કરી તેની પાસેથી સંપૂર્ણ વિગત જાણી હતી. ત્યારે હિરલબેને જણાવ્યું હતું કે રોહિત અને હરેશ તેના સંતાનો નથી તેવું રાજેશ મકવાણા અવારનવાર શંકા કુશંકા કરતો હતો જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. અને 15 દિવસ પહેલા જ આ બાબતથી કંટાળી બંને વચ્ચે છૂટાછેડા થયા હતા જ્યારે રોહિત અને હરેશ તેના પિતા રાજેશ સાથે રહેતા હતા. પોલીસે માસુમ બાળકોના માતાને ફરિયાદી બનાવી વધુ તપાસ હાથ ધરી છે.