શોધખોળ કરો

Saurashtra Coronavirus : સૌરાષ્ટ્રના આ શહેરમાં કોરોનાએ મચાવ્યો કાળો કેર, કોરોનાની સારવાર દરમિયાન 19 દર્દીઓના મોતથી ખળભળાટ

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 19 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ દિવસથી કમોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી છે. આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટિ કરશે.

રાજકોટ: ગુજરાતમાં ફરી એકવાર કોરોના (Gujarat Corona)એ કહેર મચાવ્યો છે. રાજકોટ(Rajkot)માં છેલ્લા 24 કલાકમાં વધુ 19 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. છેલ્લા છ દિવસથી કમોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. કોરોનાના મૃત્યુઆંક ઘટાડવા નક્કર આયોજન કરવું જરૂરી છે. આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટિ કરશે.

રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ (Gujarat Coronavirus) બની ગયું છે. રોજબરોજના કોરોનાના નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફ્યુ (Night Curfew) નાંખવામાં આવ્યો છે. તેમ છતાં કોરોના કાબુમાં આવી રહ્યો નથી.

આ દરમિયાન સૌરાષ્ટ્રના મોટા શહેર રાજકોટમાં કોરોના (Rajkot Coronavirus) તાંડવ મચાવી રહ્યો છે. રાજકોટમાં હોળી (Holi 2021) બાદ મૃત્યુઆંક ડબલ થઈ ગયો છે. રાજકોટમાં 11 દિવસમાં જ કોરોનાની સારવાર દરમિયાન 102 દર્દીના મોત થયા છે. જ્યારે છેલ્લા 5  દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો છે. જેના પરથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં પણ કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો હોય તેમ લાગે છે.

રાજકોટમાં કઈ તારીખે કેટલા થયાં મોત

26 માર્ચે - 8 મોત, 27 માર્ચે - 6 મોત, 28 માર્ચે - 4 મોત, 29 માર્ચે - 6 મોત, 30 માર્ચે - 3 મોત, 31 માર્ચે - 9 મોત,
1 એપ્રિલે - 11 મોત, 2 એપ્રિલે - 12મોત, 3 એપ્રિલે - 13 મોત, 4 એપ્રિલે - 14 મોત, 5 એપ્રિલે - 16 મોત થયા છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં કોરોના ઘાતક (Gujarat Corona Cases) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે. કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

5 એપ્રિલ

3160

15

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 25,278

102

 કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત આજે કુલ 3,00,280 લોકોને રસીકરણ કરવામા આવ્યું છે.  અત્યાર સુધીમાં કુલ 67,62,638 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,10,126 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Embed widget