નીતિન પટેલે સૌરાષ્ટ્રવાસીઓને 'ચોર' કહ્યા હોવાના કાછડિયાના આક્ષેપ મુદ્દે રૂપાણીએ શું આપ્યો જવાબ ?
નારણ કાછડિયાના નીતિન પટેલ પર આક્ષેપો મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછતાં તેમણે હું દુર્ભાગ્યપૂર્ણ ગણું છું. આપણે ત્યાં સંગઠનમાં આ રીતની વાતચીત પણ બરોબર નથી.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના રાજીનામા પછી ભાજપમાં આંતરિક વિખવાદના અણસાર જોવા મળી રહ્યા છે. ભાજપના જ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નારણભાઈ કાછડિયાએ આક્ષેપ કર્યો છે કે, નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોને ચોર ગણાવતા હતા. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમા સૌની યોજના નીતિન પટેલના કારણે વિલંબમાં પડી. નીતિનભાઈ કહેવા કંઈક માગે છે અને કહી કંઇક અલગ રહ્યા છે.
નારણ કાછડિયાના નીતિન પટેલ પર આક્ષેપો મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પૂછતાં તેમણે હું દુર્ભાગ્યપૂર્ણ ગણું છું. આપણે ત્યાં સંગઠનમાં આ રીતની વાતચીત પણ બરોબર નથી. દુર્ભાગ્યપૂર્ણ ગણું છું, એથી વિશેષ કશું નહીં. કાછડિયાએ કહ્યું હતું કે, અગાઉ પણ નીતિનભાઈએ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા. સૌરાષ્ટ્રના ગામડાઓને ધમધમતા કરવાનું નરેન્દ્રભાઈનું સપનું હતું. નીતિનભાઈને વિભિષણ અને મંથરા કોણ છે તેની ખબર હોય. વિસ્તાર માટેનું કામ હોય તે ખોટું નહોય.
નો રિપીટ થિયરી બાદ નીતિન પટેલના નિવેદન પર સોશિયલ મીડિયા પર વોર શરૂ થઈ ગઈ છે. એબીપી અસ્મિતાને નીતિન પટેલે આપેલા ઇન્ટર્વયૂ પર ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કટાક્ષ કર્યો હતો. તેમણે નીતિન પટેલના પેજ પર મુકેલા વીડિયો પર કોમેન્ટ કરી છે કે, મંત્રી હતા ત્યારે નીતિન પટેલ સામે પણ નહોતા જોતા. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં નારાણ કાછડિયાએ આ કોમેન્ટ કરી હોવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પહેલીથી જાગૃતિ રાખી હોત તો આજે આ હાલત ન હોત.
ભાજપના સાંસદ નારાણ કાછડીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સૌની યોજના નીતિનભાઈના કારણે જ પાછળ ઠેલાઇ. અગાઉ પણ નીતિનભાઈએ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા. નીતિનભાઈ જોડે મને કોઈ રાગદ્વેષ નથી. મારાથી વધારે બોલાયું હોય તો ક્ષમા કરજો. અમારા પ્રશ્નો લઈને ગાંધીનગર જતા તો રિસ્પોન્સ નહોતો મળતો. રાજનીતિમાં આવ્યા બાદ હું બદલીમાં નહીં પણ કામ કરાવવામાં માનું છું. મેં બદલી માટે આજ સુધી ક્યારેય સરકારમાં રજૂઆત કરી નથી.
તેમણે કહ્યું હતું કે, કાર્યકર્તાઓનું સન્માન જળવાય એ જ મહત્વનું. આ સરકારમાં નવા કામો થશે તેવો મને વિશ્વાસ છે. પહેલા ઇન્કાર કરવાનો નીતિનભાઈનો સ્વભાવ હતો. ઘણા કાર્યકર્તાઓ અને આગેવાનોને પણ આ અનુભવ થયો.