શોધખોળ કરો

ગુજરાતમાં સરકારે મિનિ લોકડાઉન 18 મે સુધી લંબાવતા કયા શહેર વેપારીઓએ નોંધાવ્યો વિરોધ? શું આપી ચિમકી?

રાજકોટની ગુંદાવાડી બજારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજકોટમાં કેટલીક દુકાનો ખુલી જોવા મળી હતી. સરકાર એકબાદ એક લોકડાઉન વધારે છે. હવે 18 તારીખ પછી લોકડાઉન લંબાવશે તો દુકાનો ખોલી નાંખશું, તેમ વેપારીઓએ જણાવ્યું હતું.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ગઈ કાલે રાજ્ય સરકારે મિનિ લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો કર્યો છે. હવે 18મી મે સુધી રાજ્યના 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ અને નિયંત્રણો અમલમાં રહેશે. ત્યારે રાજકોટમાં વેપારીઓનો વિરોધ યથાવત છે. રાજકોટની ગુંદાવાડી બજારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજકોટમાં કેટલીક દુકાનો ખુલી જોવા મળી હતી. 

સરકાર એકબાદ એક લોકડાઉન વધારે છે. હવે 18 તારીખ પછી લોકડાઉન લંબાવશે તો દુકાનો ખોલી નાંખશું, તેમ વેપારીઓએ જણાવ્યું હતું. દુકાનો ખોલો  અથવા સંપૂર્ણ લોકડાઉન કરો, તેવી પણ તેમણે માંગણી કરી હતી. 

નવસારીમાં આંશિક લોક ડાઉન લંબાવાતા વેપારીઓની મુશ્કેલી વધી છે. નવસારીમાં મોબાઈલ એન્ડ એસેસરીઝ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. દુકાનો બંધ રહેતા આર્થિક ભારણ વધવાની વેપારીઓએ ચિંતા જતાવી . ગુજરાતમાં ચાલતા મોબાઇલ અને એસેસરીઝના ઓનલાઈન વેપારને બંધ કરવાની પણ માંગ કરી હતી. કલેક્ટરે સરકારમાંથી નિર્ણય થાય તો છૂટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. 

વડોદરામાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાન ખુલ્લી રાખતાં દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી. વડોદરા પાલિકા અને પોલીસની સંયુકત ટીમે કાર્યવાહી કરી હતી. જેટલપુર વિસ્તારમાં ગેલેક્સી હાર્ડવેર નામની દુકાન બંધ કરાવી સીલ કરી હતી. પાલિકાની ટીમે દુકાન સીલ કરી. દુકાન માલિક પાલિકાની ટીમ સાથે ખોટી દલીલ કરી રહ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં કલર સપ્લાય કરતા હોવાની બહાનાબાજી કરી રહ્યા હતા.

જોકે, વધુ એક અઠવાડિયું બજારો બંધ રાખવાના સરકારના નિર્ણયને કારણે નાના વેપારીઓ માટે જીવન નિર્વાહ કરવું અઘરું સાબિત થઈ રહ્યું છે. નવાયાર્ડમાં ટેલરિંગનો વ્યવસાય કરતા મનોજ મેકવાને હૈયા વરાળ ઠાલવી. મેકવેલ ટેલર ની દુકાન પર 4 પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. માલિક મનોજ મેકવાન અને 3 કારીગરો માટે મુસીબત ઉભી થઇ છે. ઇદનો તહેવાર જેમાં મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકો કપડા સિવડાવે છે. હાલ ટેલારિંગની દુકાન બંધ હોવાથી ઘરના, દુકાનની લોનના હપ્તા ભરવા પણ અઘરા સાબિત થઈ રહ્યા છે. 3 થી 4 કલ્લાક સવારે દુકાન ખોલવાની સરકાર મંજૂરી આપે તેવી માંગ કરી હતી. 

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget