ગુજરાતના કયા જિલ્લાના વેપારીઓએ આંશિક લોકડાઉનમાં છૂટછાટની કરી માંગ? શું કરી 5 માંગ?
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુકાન-ધંધાને વધુ સમય માટે ખુલ્લા રાખવાની માંગણી કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 5 માંગણીઓ કરવામાં આવી છે. માંગણીઓને લઈને પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીની બેઠકમા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટઃ આગામી 4 તારીખે નાઇટ કર્ફ્યૂ અને આંશિક લોકડાઉનની મુદ્દત પૂરી થઈ રહી છે. ત્યારે ફરી એકવાર વેપારીઓએ આંશિક લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂમાં રાહત આપવાની માંગણી કરી છે. આજે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા થવાની છે. ત્યારે સરકાર શું છૂટછાટ આપે છે, તે જોવાનું રહ્યું છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દુકાન-ધંધાને વધુ સમય માટે ખુલ્લા રાખવાની માંગણી કરવામાં આવી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 5 માંગણીઓ કરવામાં આવી છે. માંગણીઓને લઈને પત્ર લખવામાં આવ્યો છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારીની બેઠકમા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણીઓ રજૂ કરવામાં આવી. ધંધા રોજગાર આગળ વધારવા રાત્રી ટાઈમ 10 વાગ્યાનો કરવાની માંગણી કરવામાં આવી છે. દિવસ દરમિયાન દુકાનો અને બજાર ખુલ્લા રાખવા માંગણી કરી છે.
શું છે વેપારીઓની માંગ?
- દુકાનો રાત્રે 8 વાગ્યે ખુલ્લી રાખવાની કરી માંગણી
- હોટલ ઇન્ડસ્ટ્રીને રાત્રે 11 વાગ્યા સુધી પાર્સલની છૂટ આપવામાં આવે.
- ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવે
- ઇન્ડસ્ટ્રીયલ વાહનોમાં 70 ટકા વર્કરોને લઈ જવાની છૂટ આપવામાં આવે.
- રાત્રી કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યાથી કરવામાં આવે.
ગુજરાતમાં 4 જૂને શું ખોલવાની મળી શકે છે છૂટ? નાઇટ કર્ફ્યૂ મુદ્દે શું લેવાઇ શકે નિર્ણય?
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે ધોરણ 12ની પરીક્ષા CBSC દ્વારા રદ કરાયા બાદ ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા સંદર્ભે નિર્ણય લેવાઇ શકે છે. આજની કેબિનેટ બેઠકમાં ધોરણ 12 ની પરીક્ષા સંદર્ભે ચર્ચા થશે. જો કે ગઇ કાલે જ બોર્ડ દ્વારા પરીક્ષા કાર્યક્રમ જાહેર કરાયો છે.
કેબિનેટ બેઠકમાં કંટ્રોલમાં આવી રહેલા કોરોના અને કોરોનાની ત્રીજી વેવના સંદર્ભ ચર્ચા વિચારણા થશે. ઉપરાંત રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશનના કાર્યક્રમ સંદર્ભે વધુ જિલ્લાઓને ઉમેરવા અને ખાસ કરીને 18 થી ૪૪ વર્ષના વય જૂથને ઝડપથી વેક્સિનેશન માટે પણ ચર્ચા કરાશે.
મ્યુકરમાઇકોસીસની સારવાર માટેની ગાઈડલાઈન સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. એટલું જ નહીં, 4 તારીખે પુરા થઇ રહેલા રાત્રી કર્ફ્યુના જાહેરનામાં તેમજ રાજ્યમાં મંદિરો ખોલવા સંદર્ભે પણ ચર્ચા વિચારણા થવાની સંભાવના છે. ૬ જુનથી રાજ્યમાં શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્ર સંદર્ભે ચર્ચા વિચારણા કરીને ગાઇડ લાઇનને આખરી ઓપ આપી જાહેર કરવા સંદર્ભે ચર્ચા થશે.