શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

કોરોનાનાના કેસોમાં ઉછાળો આવતાં કયા શહેરમાં વાલીઓમાં ફફડાટ? વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો

ખાનગી સ્કૂલોની અંદાજિત 20 ટકા સંખ્યા ઘટી છે. ખાસ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલતા નથી. સ્કૂલ ખુલી તેના કરતા હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 થી 25 ટકા ઘટાડો થયો છે.

રાજકોટઃ ઓમિક્રોન અને કોરોનાની દહેશતને પગલે રાજકોટની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ખાનગી સ્કૂલોની અંદાજિત 20 ટકા સંખ્યા ઘટી છે. ખાસ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલે મોકલતા નથી. સ્કૂલ ખુલી તેના કરતા હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 20 થી 25 ટકા ઘટાડો થયો છે. નાના બાળકોને ફરી ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા છે. રાજકોટમાં 500 જેટલી ખાનગી શાળાઓ છે. આજે પણ 20 ટકા બાળકો ઓનલાઈન શિક્ષણ તરફ વળ્યા છે. 

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં આજે 394 કેસ નોંધાયા છે.   બીજી તરફ 59  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 2,20,086  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52,  રાજકોટ   કોર્પોરેશનમાં 35, વડોદરા  કોર્પોરેશનમાં 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર કોર્પોરેશનમાં 7,  ખેડામાં 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1,  ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, પોરબંદર 1, તાપી 1 અને વડોદરામાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1420  કેસ છે. જે પૈકી 16 વેન્ટીલેટર પર છે, જ્યારે 1404 નાગરિકો સ્ટેબલ છે. 8,18,422 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10115 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે ખેડામાં 1 મોત થયું છે.

 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 1090 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 6618 લોકોને પ્રથમ અને 52328 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 23572 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 138469 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,22,086 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,88,20,452 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  
Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ
Embed widget