શોધખોળ કરો

ગુજરાતના  ક્યાં વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની કરાઈ આગાહી, જાણો

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 11 જૂલાઈથી 20 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે આ દરમિયાન ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 જૂલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. 

લાંબા વિરામ પછી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. આજે જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢના માળીયા હાટીના, કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. લાંબા સમય બાદ ફરી વરસાદીની એન્ટ્રી થઈ છે. માળીયા તાલુકા આસપાસમાં પહેલા વરસાદમાં વાવણી થઇ હતી . જ્યારે કેશોદ તથા આસપાસમાં વરસાદમાં હતો. 
 
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વેરાવળના કોડીદ્રા, પંડવા, ભેટાળી, માથાસુરીયા, લુભા અને આજુબાજૂના ગામોમા વરસાદ પડ્યો હતો. વિરામ બાદ ફરી વરસાદના આગમનથી મગફળી સોયાબીન જેવા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 

દીવ, કોડીનાર અને ઉનામા વરસાદ શરૂ થયો છે. કેસરિયા, સોનારી,  કાજરડી, તડ, ડોળાસા, દેવળી સહિતના ગામોમાં ધીમીંધારે વરસાદ પડી રહ્યો છે. પ્રવાસન સ્થળ દીવમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ બાજુ દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ છે. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો હતો. 

અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામની બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. રાત્રીના સમયે ગામની બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. બજારોમાં જોવા મળ્યા ગોઠણડૂબ પાણી જોવા મળ્યા હતા. ભારે વરસાદને પગલે ખેતરો પાણીથી છલકાતા નેરાઓના પાણી બજારોમાં વહેતા થયા. પાણીના કારણે વિઠ્ઠલપુર જુના ગામ વિસ્તાર તેમજ આસપાસના ગામ લોકોને અહીંથી પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો..હાલ ધીમે-ધીમે બજારોમાંથી પાણી ઓસરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
ઓનલાઈન શાકભાજી મંગાવતા પહેલા સાવધાન! રાજકોટમાં Blinkit સ્ટોરમાં દરોડા પાડતા ખુલ્લી પોલ
ઓનલાઈન શાકભાજી મંગાવતા પહેલા સાવધાન! રાજકોટમાં Blinkit સ્ટોરમાં દરોડા પાડતા ખુલ્લી પોલ

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

Embed widget