(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: CM રૂપાણીના હોમટાઉનમાં હોટલ એસોસિએશને સરકાર સામે માંડ્યો મોરચો, જાણો વિગતે
રેસકોર્સ રિંગ રોડ પર 100 જેટલા હોટેલના સંચાલકો ભેગા થયા હતા. જેમણે જણાવ્યું કે, રાજકોટ મનપા કમિશનર,કલેકટરને રજુઆત કરીશું. અમે જરૂર પડશે તો રાજ્ય સરકારને રજુઆત કરીશું.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજકોટ સહિત અમદાવાદ, સુરત અને વડોદરામાં નાઇટ કરફયૂનો અમલ રાત્રે 10 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યો છે. કોરોના કાળમાંથી હોટલ ઉદ્યોગ હજુ માંડ બેઠો થયો હતો તેવા સમયે જ રાત્રિ કરફ્યૂ નાંખી દેવાતા હાલત ફરી કફોડી થશે. જેને લઈ રાજકોટમાં હોટલના સંચોલકો ભેગા થયા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં રાજકોટ ફૂડ એસોસિએશન, કલાકાર એસોસિએશન, લાઈટ એસોસિએશન, કેટરર્સ એસોસિએશન સહિતના એસોસિએશનને પ્રેસ કોંફરન્સ કર કરી હતી.
જેમાં દસ વાગ્યાથી કર્ફ્યૂને લઈને હોટેલના સંચાલકો અને કેટરર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રેસકોર્સ રિંગ રોડ પર 100 જેટલા હોટેલના સંચાલકો ભેગા થયા હતા. જેમણે જણાવ્યું કે, રાજકોટ મનપા કમિશનર,કલેકટરને રજુઆત કરીશું. અમે જરૂર પડશે તો રાજ્ય સરકારને રજુઆત કરીશું. કલાકાર એસોસિએશનના પ્રતિનિધિએ કહ્યું, કોરોનાકાળમાં અમારી રોજીરોટી છીનવાઈ ગઈ છે. અનેક કલાકારોએ આત્મહત્યા કરી છે. અમે સીએમ અને પીએમને પણ રજૂઆત કરીશું.
રાજકોટમાં કોરોના કેસની સંખ્યા વધતા ફરી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં 24 કલાકમાં કોરોનાથી બે દર્દીના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 17154 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 293 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે રાજકોટમાં 71 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થયો છે અને ૯૦ દિવસ બાદ ૧૧૨૨ કેસ નોંધાયા હતા. બુધવારે સુરતમાં સૌથી વધુ ૩૪૫ અને અમદાવાદમાં ૨૭૧ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અમદાવાદ, સુરત અને વડોદરામાં એક-એક એમ ત્રણ કોરોના દર્દીના મોત થયા હતા ૧૧૨૨ નવાં કેસો સામે આજે ૭૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હવે નવાં કેસોની સામે ડિસ્ચાર્જનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.
Gujarat Corona Impact: કોરોના વકરતાં અમદાવાદ-સુરતમાં શું શું બંધ ? જાણો એક ક્લિકમાં