Video: રાજકોટમાં લોકો લગ્નમાં મશગુલ હતાને સુટ બુટમાં આવેલો ગઠીયો લાખોના ઘરેણા ભરેલું પર્સ લઈ ફરાર
રાજકોટ: એક તરફ રાજ્યમાં ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે તો બીજી તરફ લગ્નની મોસમ પણ ચાલી રહી છે. જોકે, ખુશીના આ અવસરનો ઘણા ઠગબાજો ફાયદો પણ ઉઠાવતા હોય છે. આવી જ ઘટના સામે આવી છે રાજકોટ ખાતે.
![Video: રાજકોટમાં લોકો લગ્નમાં મશગુલ હતાને સુટ બુટમાં આવેલો ગઠીયો લાખોના ઘરેણા ભરેલું પર્સ લઈ ફરાર In Rajkot, there was a theft of gold jewelery at a wedding Video: રાજકોટમાં લોકો લગ્નમાં મશગુલ હતાને સુટ બુટમાં આવેલો ગઠીયો લાખોના ઘરેણા ભરેલું પર્સ લઈ ફરાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/01/883c62e0506492b3f67107e055e1e3191701439180351397_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: એક તરફ રાજ્યમાં ગુલાબી ઠંડીની મોસમ ચાલી રહી છે તો બીજી તરફ લગ્નની મોસમ પણ ચાલી રહી છે. જોકે, ખુશીના આ અવસરનો ઘણા ઠગબાજો ફાયદો પણ ઉઠાવતા હોય છે. આવી જ ઘટના સામે આવી છે રાજકોટ ખાતે. અહીં લગ્નમાં નવવધૂના લાખોના ઘરેણા લઈને ગઠિયો છૂતંમર થઈ ગયો છે. લગ્નસરાની સિઝન શરૂ થતાં હવે રાજકોટમાં બીન બૂલાયે મહેમાન ગઠિયા ગેંગે પણ ડોળો નાખ્યો છે.
રાજકોટમાં લગ્નમાં સોનાના દાગીના લઈને ચોર છુમંતર pic.twitter.com/D71OPDUczc
— ABP Asmita (@abpasmitatv) December 1, 2023
આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો
જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્કમાં વેપારી પરિવારના પુત્રના લગ્નમાંથી નવવધૂને ચડાવવાના સોનાના ઘરેણા અને એક લાખ રોડક ભરેલું 12 લાખની માલમત્તા સાથેનું પર્સ લઈને સૂટબૂટમાં આવેલો ગઠિયો ફરાર થઈ ગયો છે. આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
ગઠિયો પર્સ લઈને જતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કાલાવાડ રોડ પર રોયલ પાર્ક મેઈન રોડ રાજપેલેસ એપાર્ટમેન્ટ બ્લોક નં.101 માં રહેતા ચંદુભાઈ છત્તારામભાઈ કોયવાણી નામના બેડી યાર્ડમાં અનાજ–કઠોળની પેઢી ધરાવતા વેપારીના પુત્ર જયદિપના લગ્ન અશોકભાઈ ધરમદાસભાઈ તારવાણીના પુત્રી સારિકા સાથે નિર્ધાયા હતા.. ગઈકાલે ચંદુભાઈ તેમના ભાઈઓ મોહનલાલ સહિતના પરિવારજનો સગા–સ્નેહીઓ સાથેની જાન વરરાજાને લઈને જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્ક ખાતે વેવાઈના માંડવે પહોંચી હતી.વિધિ ચાલુ હતી અને બન્ને પક્ષમાં હર્ષઉલ્લાસનો માહોલ હતો. જો કે, આ સમયે જ એક એવી ઘટના બની જેના કારણે લગ્ન પ્રસંગમાં ચકચાર મચી ગઈ. એક લાખની રોકડ સાથેનું 12 લાખની માલમત્તા ભરેલું પર્સ મંડપમાં કન્યા સાથે રહેલા વરપક્ષના મહિલા સભ્ય પાસે હતું. જે બાદ ગઠિયાએ નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. ગઠિયો પર્સ લઈને જતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. લગ્નમાં બનેલી ચોરીની ઘટનાથી સૌ કૌઈ ચોંકી ગયા હતા. હાલમાં પોલીસે ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો
Health attack: હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત, માત્ર રાજકોટમાં જ 2 દિવસમાં 2 લોકોએ ગુમાવી જિંદગી
Rajkot: રાજકોટમાં બીજેપીના ધારાસભ્યને આવ્યો હાર્ટ એટેક, જાણો કેવી છે સ્થિતિ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)