Rajkot: રાજકોટમાં બીજેપીના ધારાસભ્યને આવ્યો હાર્ટ એટેક, જાણો કેવી છે સ્થિતિ
રાજકોટ: રાજ્યમાં હાર્ટ એટેકના કેસો અટકાવાનું નામ નથી લઈ રહ્યા. આજે ભાવનગર મેડિકલ કોલેજના 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવતા મોતને ભેટ્યો છે. તો બીજી તરફ ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે.
રાજકોટ: રાજ્યમાં હાર્ટ એટેકના કેસો અટકાવાનું નામ નથી લઈ રહ્યા. આજે ભાવનગર મેડિકલ કોલેજના 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવતા મોતને ભેટ્યો છે. તો બીજી તરફ ધારાસભ્ય રમેશ ટીલાળાને હળવો હાર્ટ એટેક આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રમેશ ટીલાળા ગઇકાલે રાત્રે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા તે સમયે તબિયત લથળી હતી. તબીબી નિદાનમાં હળવો એટેક આવ્યાનું સામે આવ્યું છે. હાલમાં ધારાસભ્યની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે અને જરૂરી મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે ભાવનગરમાં 20 વર્ષિય મેડિકલ વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું
ભાવનગર મેડિકલ કોલેજના 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ અટેક આવતા મોત થયું છે. જીગર ચૌધરી નામનો યુવક MBBSમાં સેકન્ડ ઇયરમાં અભ્યાસ કરતો હતો.વિદ્યાર્થિને ઊંઘમાં જ અટેક આવી જતાં મોત થયું છે. જીગર મોડી રાત્રે મોડી રાત્રે પોતાના નિત્યક્રમ મુજબ સૂઇ ગયો હતો ઊંઘમાં જ તેમને અટેક આવી જતાં મોત થઇ ગયું છે. અચાનક યુવકના મોતથી કોલેજ સહિત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
નર્મદામાં 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત
નર્મદામાં 37 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલાં મુંબઈના 37 વર્ષિય યુવકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. મુંબઈથી 37 વર્ષિય કેવલ મનસુખલાલ હરીયા એકતાનગર ખાતે એસ.ઓ.યુ ફરવા માટે આવ્યા હતા. તેઓ ખડગદા ગામે વૃંદાવન હોમસ્ટે ખાતે રોકાયેલ હતા. આ તે દરમિયાન કેવલને છાતીમાં દુખાવો થતા તેના મિત્રો એકતાનગર ખાનગી દવાખાને સારવાર કરવા માટે લઈ ગયા હતા જો કે ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે ગરૂડેશ્વર સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરવાની સલાહ આપી હતી. જો કે ત્યાં પહોંચતાં જ ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે કેવલ મનસુખલાલ હરીયાને મૃત જાહેર કર્યો હતા.