Rajkot News: શિક્ષિકા બાળકીની બાજુમાં પણ ન જતા હોવાનો ખુલાસો, કર્ણાવતી સ્કૂલે જાહેર કર્યાં સીસીટીવી
Rajkot News:રાજકોટમાં કર્ણાવતી ઈંટરનેશનલ સ્કૂલે 11 એપ્રિલના સીસીટીવી જાહેર કર્યો છે. જેમાં શિક્ષિકા બાળકીની નજીક પણ ન જતાં હોવાનો ખુલાસો થયો છે.

Rajkot News:રાજકોટ કર્ણાવતી સ્કૂલની વિદ્યાર્થીના વાલીની ફરિયાદ બાદ કર્ણાવતી સ્કૂલે 11 એપ્રિલના સીસીટીવી જાહેર કર્યાં છે. સસીટીવી ફૂટેજમાં શિક્ષિકા બાળકીની નજીક ન જતી હોવાની ખુલાસો થયો છે. વાલીના વાલીના આરોપ બાદ સ્કૂલે વર્ગખંડના સીસીટીવી જાહેર કર્યાં છે. બાળકી સ્કૂલે આવે છે અને ઘરે જાય છે ત્યાં સુધીના CCTV જાહેર કર્યા છે.
શું છે સમગ્ર મામલો
રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકા સામે વાલીએ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. બાળકીને ગુપ્તાંગમાં ઇજા પહોંચતા વાલીએ આ મામલે ફરિયાદ કરી હતી. શું છે સમગ્ર મામલો જાણીએ...
ઉલ્લેખનિય છે કે, રાજકોટ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજીમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીના ગુપ્તાંગમં પેન્સિલ કે પેન ઘૂસાડી દેતા તેને પ્રાઇવેટ પાર્ટમાં ઇન્ફેકશન થઇ જતાં માતાને સમગ્ર મામલે જાણ થઇ હતી બાદ આ બાળકીને વાલીએ રાજકોટ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનનમાં સ્કૂલની શિક્ષિકા વિરૂદ્ધ ફરિયાદ નોંઘી હતી અને તેમના પર કેટલાક આરોપ લગવામાં આવ્યા હતા. આ મામલે શાળાએ પીડિત બાળકીના વર્ગખંડના સીસીટીવી જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં શિક્ષિકા બાળકીની નજીક શુદ્ધા ન જતાં હોવાનું સામે આવ્યું છે. બાદ શિક્ષિકાએ પણ આ મામલે પોતાનો બચાવ કરતા આરોપો ખોટા અને પાયોવિહોણા હોવાનો ખુલાસો કર્યો હતો. શિક્ષિકાએ બચાવ કરતાં કહ્યું કે, “આ મામલે દિકરી એક પણ શબ્દ બોલતી નથી, તેમના માતા પિતાએ મારા મારા પર ખોટા આરોપો લગાવીને મારી ઇમેજ બગાડી છે. દીકરી શાળા સિવાય બીજે પણ જતી હશે, તેમના માતા પિતાએ તપાસ કરવું જોઇએ”.
તો બીજી તરફ વાલીની ફરિયાદ બાદ NSUI દ્વારા સ્કૂલે પહોંચીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં NSUIએ શિક્ષિકાની ધરપકડ કરી અને સ્કૂલ સામે કાર્યવાહીની માગ કરી હતી. જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલ ડોબરિયાએ જણાવ્યું હતું કે વાલી દ્વારા જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ તદ્દન ખોટા છે. આવી કોઈ ઘટના અમારી સ્કૂલમાં બની જ નથી. અમારી સ્કૂલમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે, એમાં પણ આવું કશું થયું હોય એવું અમારા ધ્યાન પર આવ્યા વિના ન રહે. સ્કૂલના ડાયરેક્ટરે પણ વાલીના આરોપોને નકાર્યાં છે.

