Weather Forecast: રાજ્યના આ વિસ્તારમાં ધૂળભરી આંધી વંટોળ સાથે ભારે પવનની આગાહી
Weather Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 19 એપ્રિલથી 23 એપ્રિલ સુધી તાપમાનમાં ઘટાડો થશે અને પવનની ગતિ વધશે

Weather Forecast:વેસ્ટર્સન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વતરના રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બીજી સિસ્ટમ ઇરાનથી આગળ વધી રહી છે. જેની અસર ગુજરાત પર 19 એપ્રિલથી થશે એટલે તેના કારણે ગરમીમાં ઘટાડો જોવા મળશે અને પવનની ગતિ વધશે પરંતુ વરસાદની કોઇ શકયતા નથી. આ સ્થિતિના કારણે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડશે, છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40ને પાર પહોંતી ગયો હતો. જેમાં હવે બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે., જેથી લોકોને 20 એપ્રિલથી 23 એપ્રિલ સુધી ગરમીમાં રાહત મળશે, પરંતુ 23 એપ્રિલ બાદ ફરી તાપમાનનો પારો ઉંચે જવાની શકયતા છે. જેથી ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 42ને પાર પહોંચે તેવું અનુમાન છે.
ક્યાં કેટલી ગરમી?
- રાજકોટ 42.8
- અમદાવાદ 42.6
- સુરેંદ્રનગર 42.5
- ગાંધીનગર 41.6
- ડીસા 41.6
- ભાવનગર 41.2
- ભુજ 41
- વડોદરા 40.6
- દાહોદ 38.7
ગુજરાતમાં વરસાદ પડશે?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ કાશ્મીરથી લઇને હરિયાળા, પંજાબ, ઉત્તરભારત, દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા છે. પરંતુ ગુજરાતમાં છુટછવાયો એક વિસ્તારમાં વરસાદ સિવાય વરસાદની કોઇ શક્યતા નથી. ગુજરાતના કેટલાક વિસ્તારમાં તાપમાન ઘટશે પવનની ગતિ વધશે પરંતુ વરસાદનું અનુમાન નથી આ સમય દરમિયાન પવનની ગતિ વધુ હોવાથી ઘૂળ ભરી આંઘીનું અનુમાન છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં 30થી 40 કિમીના ઝડપે પવન ફૂંકાશે. 20 અને 21 એપ્રિલ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પતિ ગતિ વધુ રહેશે, 22 એપ્રિલ બાદ પવનની ગતિ ધીમી પડશે.
હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ ધૂળ, ડમરી સાથે પવન ફૂંકાવાની આગાહી કરી છે. 24 જિલ્લામાં ધૂળ, ડમરી સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે, 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે. 21 એપ્રિલના રોજ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશ, 22થી 24 એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ, ભેજવાળું વાતાવરણ રહેશે.
ઉત્તર પ્રદેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. શનિવારે ફરી ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં તોફાન, વરસાદ અને વીજળીને લઈને ચેતવણી જાહેર કરી છે. અનુમાન છે કે, આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
IMDની આગાહી અનુસાર, શનિવારે ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ બંને વિભાગોના 45 થી વધુ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યાં વરસાદની સાથે સાથે જોરદાર પવન પણ ફૂંકાશે. અનુમાન છે કે, યુપીના સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, અમરોહા, સંભલ, રામપુર, બરેલી, બદાઉન, પીલીભીત, હરદોઈ, લખીમપુર ખેરી, સીતાપુર, લખનૌ, કાનપુર, ઉન્નાવ, રાયબરેલી, બરાતી, પ્રાંતનગર, પ્રાંતનગર, પ્રાંતનગરમાં વરસાદ પડી શકે છે. મિર્ઝાપુર, ચિત્રકૂટ, કૌશામ્બી, જૌનપુર, ભદોહી, ચંદૌલી, ગાઝીપુર, દેવરિયા, ગોરખપુર, સોનભદ્ર, બાંદા અને શ્રાવસ્તી અને નજીકના જિલ્લાઓમાં પવન સાથે વરસાદી ઝાપટા પડશે.





















