Rajkot: લ્યો બોલો! રાજકોટમાં હવે ખીર બનાવવાના પાવડરમાંથી નિકળી જીવાત!
લોકો બજારમાંથી અવારનવાર કોઈ ફૂડ ખરીદતા હોય છે, આ દરમિયાન ઘણા કડવા અનુભવો પણ થતા હોય છે. ફૂડમાંથી જંતુ, જીવાત નિકળવુ સામાન્ય બની ગયું છે.
રાજકોટ: લોકો બજારમાંથી અવારનવાર કોઈ ફૂડ ખરીદતા હોય છે, આ દરમિયાન ઘણા કડવા અનુભવો પણ થતા હોય છે. ફૂડમાંથી જંતુ, જીવાત નિકળવુ સામાન્ય બની ગયું છે. રાજકોટમાં થોડા દિવસ પહેલા શાકમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હતી. હવે ફૂડ પેકેટમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં એક ગ્રાહક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે ખીર બનાવવા માટેનો પાઉડર ખરીદ્યો હતો જેમાંથી જીવાત નિકળી છે.
રાજકોટમાં ફૂડ પેકેટમાંથી જીવાત નિકળી હતી. સાધુ વાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટમાંથી ઈન્સટન્ટ ખીર બનાવવા માટેનો પાવડર ખરાબ નિકળતા ગ્રાહકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રાજકોટ શહેરમાં ફૂડ પેકેટમાંથી જીવાત નિકળી હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી એક ગ્રાહકે ખીર બનાવવા માટેનો પાવડર ખરીદ્યો હતો. એક્સપાયરી ડેટ પૂર્ણ ન થઈ હોવા છતાં પાવડર પડતર નીકળતા ગ્રાહકે વેચાણકર્તા સામે રોષ ઠાલવ્યો હતો. શહેરમાં વાસી અખાદ્ય ખોરાક વચ્ચે તૈયાર ફૂડ પેકેટસ પણ અખાદ્ય હોવાનુ સામે આવ્યુ છે.
જેને લીધે ગ્રાહકોએ ચેતવું ખૂબ જ જરૂરી બની ગયું છે. રાજકોટ શહેરમાં રહેતા હિમા વિકમાએ જણાવ્યું હતું કે, અમે ગત મહિને સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી ગોલ્ડન સુપર માર્કેટમાંથી MTR નું વર્નીસિલ પેકેટ લીધુ હતુ. આજે ખીર બનાવવા માટે તે પેકેટ ખોલ્યુ તો તેમાંથી નાની જીવાત અને ધનેરા નીકળ્યા હતા.
અમદાવાદમાં પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળી, AMC એ એકમ સીલ કર્યું
અમદાવાદમાં એક રેસ્ટોરન્ટમાં ભોજનમાં ઈયળ નિકળી હતી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવવામાં આવેલા ભોજનમાંથી ઈયળ નીકળવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તાત્કાલિક પગલાં લેતાં રેસ્ટોરન્ટને સીલ કરી દીધી છે.