શોધખોળ કરો

જૂનાગઢમાં નકલી MLA બાદ નકલી DYSP ઝડપાયો, 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી

આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે.

Junagadh News: રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ હવે જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો છે, આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. આ પહેલા નકલી MLA બની રોફ જમાવતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

નકલી અધિકારી, IPS બાદ હવે નકલી MLA ઝડપાયો છે.  જૂનાગઢમાં નકલી MLA બની ફરતા રાજેશ જાદવ નામના શખ્સની ધકપકડ કરવામાં આવી છે. મૂળ સીમાસી ગામનાં રાજેશ જાદવ પોતે MLA હોવાનો રૌફ જમાવતો હતો. જોકે સાબલપુર ચોકડી પાસે રૌફ જમાવતા આ નકલી MLAને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.

નકલી CMO અધિકારી

નકલી CMO અધિકારીની ઓળખ આપનાર અને વડોદરા પોલીસના જાપ્તામાંથી ફરાર થનાર આરોપી વિરાજ પટેલની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મિઝોરમથી ધરપકડ કરી છે. ગાંધીનગરના વિરાજ પટેલે મુંબઇની એક મહિલાને  CMOના અધિકારી તરીકેની ઓળખ આપી લગ્નની લાલચમાં ફસાવી હતી. આ સાથે યુવતીને ગુજરાતની ગિફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી મહિલાના ATM કાર્ડ ચોરી લઈ તેમાંથી 90000 ઉપાડી લીધા હતા.

હોટેલમાં મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું જે મામલે  મહિલાએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ સાથે CMOના અધિકારી તરીકે ઓળખ આપી નકલી પાનકાર્ડ બનાવી તેનો સાચા પાનકાર્ડ તરીકે ઉપયોગ કરાયો હતો.  જે મામલે પણ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વિરાજ પટેલની ગાંધીનગરના સરગાસણથી પોલીસે ધરપકડ કરી હતી.  જોકે તે બાદ 10 નવેમ્બર 2023ના રોજ આરોપી વિરાજને દુષ્કર્મ મામલે વડોદરાની સેસન્સ કોર્ટ લાવવામાં આવ્યો હતો જ્યાંથી તે પોલીસ જાપ્તાને ચકમો આપી ભાગી ગયો હતો.

વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની  ખોટી ઓળખ આપી હતી  અને મહિલા મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.  વિરાજે આ મહિલા મોડલને  ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ  વિરાજ પટેલ ગાંધીનગરના સરગાસણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી હતી.

આરોપી વડોદરાથી છત્તીસગઢ, બિહાર, ત્રિપુરા જઈ આસામ અને મિઝોરમમાં આશ્રય લઈ રહ્યો હતો.  જોકે વિદેશ ભગવાની કોશિશ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેની મિઝોરમથી ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
Embed widget