Navaratri 2024: રાજકોટમાં પાર્ટી પ્લોટમાં ગરબા રમવા જતાં પહેલા આ નિયમો જાણીએ લો, નહિ તો નહિ મળે પ્રવેશ
Rajkot Garaba: નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહયાં છે ત્યારે ગરબાના આયોજકો પણ સક્રિય થઇ ગયા છે. ખૈલેયાની એન્ટ્રી માટે અયોજકોએ કેટલાક નિયમો ઘડ્યાં છે.
Rajkot Garaba: નવરાત્રી દરમિયાન લવ જેહાદના કિસ્સા ન બને માટે રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કર્યું છે. નોંધનિય છે કે, 3 ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી પાર્ટી પ્લોટમાં અન ક્લબમાં ગરબાનું આયોજન કરતા ગરબા આયોજકો પણ આયોજનના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. ગરબાની પ્રતિક્ષા, ખૈલેયાની પ્રેક્ટિસ અને આયોજકોની તડામાર તૈયારીની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોઇ લવ જેહાદના કિસ્સા ન બને માટે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે કેટલાક નિયમો ઘડ્યાં છે. શું છે આ નિયમો જાણીએ
કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે ખેલૈયાની એન્ટ્રી માટે આઘારકાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આધારકાર્ડ વિના એન્ટ્રી કે ગરબાના પાસ નહિ મળી શકે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબા યોજાઇ છે.ય આ વર્ષે પણ યુડી કલબ ગરબાનું આયોજન કરવા જઇ રહ્યું છે.
પાટીદાર સમાજના નવરાત્રિને લઈને લેવામાં આવેલા આ નિર્ણય સાથે અન્ય અર્વાચીન ગરબા આયોજકો પણ જોડાયા છે. સહિયર ગરબા ગ્રુપના સંચાલક સુરેન્દ્રસિંહ વાળા પણ નવરાત્રિમાં ખૈલેયાને પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યો છે. સહિયર ગરબા ગ્રુપના આયોજક અને ક્ષત્રિય આગેવાન સુરેન્દ્રસિંહ વાળા સાથે વાતચીત કરતા તેમણે જમાવ્યું હતું કે, “કોઈ અન્ય ધર્મના વ્યક્તિ આવે તો પણ આધાર કાર્ડ ની નોંધણી કરવી ને જ પ્રવેશ આપીએ છીએ..
અમે વર્ષોથી આયોજન કરીએ છીએ પરંતુ સહિયર રાસોત્સવમાં ક્યારેય લવ જેહાદનો કિસ્સો આવ્યો નથી”
આ પણ વાંચો
Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, યલો એલર્ટ જાહેર