શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં હાર્દિક પટેલના ખાસ સાથીનાં પત્નિની જીત થઈ કે હાર ? જાણો ક્યાં લડ્યાં હતાં ચૂંટણી ?
આ બેઠક પર હાર્દિક પટેલના સાથીદાર મનોજ પનારાના પત્નીને કોંગ્રેસે ટિકિટ આપી હતી. કોંગ્રેસે રૂપલબેન મનોજભાઈ પનારાને મોરબી વોર્ડ નંબર-8માંથી ટિકિટ આપી હતી. જોકે, તેમની પણ કારમી હાર થઈ છે.
મોરબીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. મોરબી નગરપાલિકાની વાત કરીએ તો અહીં તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. ગત વખતે આ નગર પાલિકામાં કોંગ્રેસની સત્તા હતી. જોકે, આ બેઠક પર આ વખતે એક પણ બેઠક જીતી શક્યા નથી.
આ બેઠક પર હાર્દિક પટેલના સાથીદાર મનોજ પનારાના પત્નીને કોંગ્રેસે ટિકિટ આપી હતી. કોંગ્રેસે રૂપલબેન મનોજભાઈ પનારાને મોરબી વોર્ડ નંબર-8માંથી ટિકિટ આપી હતી. જોકે, તેમની પણ કારમી હાર થઈ છે. કોંગ્રેસને એક પણ બેઠક ન મળતાં શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. આપને પણ એક પણ બેઠક મેળવવામાં સફળતા મળી નથી.
નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસે મોરબી નગરપાલિકા પર જીત મેળવી હતી. ગત ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હતી. જેના કારણે 52 બેઠકોમાંથી 32 કોંગ્રેસને મળી હતી અને 20 ભાજપને મળી હતી. મોરબી પાલિકામાં ભાજપે કુલ 52 બેઠકોમાંથી 27 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. જે તમામ મહિલા જીતી ગઈ છે. જેની સામે 25 પુરૂષ ઉમેદવારો જીત્યા છે. આ વખતે પાલિકા પ્રમુખ તરીકે પણ પ્રથમ અઢી વર્ષ સામાન્ય મહિલાઓનું રોટેશન છે. ત્યારે પાલિકામાં મહિલા નગરસેવકોનું પ્રભુત્વ વધુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement