શોધખોળ કરો

સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં 10થી વધુ લાઇટ સાથે થયા ભેદી ધડાકા, રાતે બનેલી ઘટનાને લઈ ચર્ચાએ પકડ્યું જોર

આકાશમાં એક સાથે 10થી વધુ લાઈટ અને ધડાકો થતા ઉપલેટા અને આજુબાજુના ગામડાના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.  ફાઇટર હોવાની અધિકારીઓમાં ચર્ચા છે, તો લોકોમાં ખગોળીય કે અન્ય કોઈ ઘટના હોવાની ચર્ચા છે. ઉપલેટા મામલતદારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે. 

રાજકોટઃ સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ગઈ કાલે રાતે લાઇટ સાથે ભેદી ધડાકા થયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગઈકાલે રાતે બનેલી ઘટનાને લઈને ઠેર ઠેર ચર્ચા જાગી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાની બોર્ડરના ગામડાઓમાં લોકોએ અજુગતી ઘટના જોઈ હતી. 

આકાશમાં એક સાથે 10થી વધુ લાઈટ અને ધડાકો થતા ઉપલેટા અને આજુબાજુના ગામડાના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.  ફાઇટર હોવાની અધિકારીઓમાં ચર્ચા છે, તો લોકોમાં ખગોળીય કે અન્ય કોઈ ઘટના હોવાની ચર્ચા છે. ઉપલેટા મામલતદારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે. 

જો હજી સુધી શું ઘટના બની તેને લઈને અધિકારીઓ પાસે કોઈ સ્પષ્ટ માહિતી નહિ. એક જ ચર્ચા આખરે ઘટના શું બની. નાના શહેરોથી લઈને નાના ગામડાઓમાં એક જ ચર્ચા આખરે બન્યું શુ હતું. આ પહેલા ક્યારેય આવું બન્યું જ નથી.

ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, રાજ્યના 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાંથી અન્યત્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે.

આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને તેને સંલગ્ન ઉત્તર પૂર્વ અરેબિયન સાગરમાં દક્ષિણ પશ્ચિમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેને લીધે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે.

રાજ્યમાં વર્તમાન ચોમાસાની સિઝનનો સરેરાશ 10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સોમવારે સવાર સુધીમાં વરસેલાવ રસાદના આંકડા મુજબ રાજ્યના 206 તાલુકાઓમાં પાંચ ઈંચ સુધીનો, 36 તાલુકામાં પાંચથી દસ ઈંચ અને નવ તાલુકામાં 10થી 20 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

ગુજરાત રીજયન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સરેરાશ 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 10.73 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં 8.66 ટકા, સૌરાષ્ટ્રમાં 8.95 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 9.2 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

કચ્છના બે તાલુકામાં ચાર અને આઠ મી.મી. જેટલો નજીવો વરસાદ નોંધાયો છે. ઉતત્ર ગુજરાતના ત્રણ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ત્રણ, સૌરાષ્ટ્રમાં બે અને દક્ષિણ ગુજરાતમાં એક તાલુકામાં પણ નજીવો વરસાદ વરસ્યો છે.

ભરૂચમાં વરસાદ

ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર શહેર, જીઆઇડીસી અને તાલુકાના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદ શરૂ થવાની સાથે જ જીઆઇડીસીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

પુલ ધરાશાયી

પાલનપુરમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે પ્રશાસનની ખોલી દીધી પોલ. જ્યા બે વર્ષ અગાઉ બનાવેલા પુલની બાજુનો એપ્રોચ ધરાશાયી થયો છે. જેના કારણે આસપાસના 20 ગામોને અસર પડી છે.

તો ખેડૂતો પોતાના ખેતરમાં ન જઈ શક્યા. 1 કરોડથી પણ વધુના ખર્ચે બનાવેલો આ પુલ ત્રણ ઇંચ વરસાદમાં જ ધરાશાયી થતાં પુલ બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. ઘટનાની જાણ થતા જ પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા અને અધિકારીઓને  સમારકામ અંગેની સૂચના આપી. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ તો કોઝવે તૂટવા પાછળ ખેડૂતો અને સિંચાઈ વિભાગ પર દોષનો ટોપલો ઢોળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget