શોધખોળ કરો

ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચારઃ નરેશ પટેલ નહીં જોડાય કોંગ્રેસમાં

ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રશાંત કિશોર બાદ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ પણ કોંગ્રેસમાં નહીં જોડાય.

રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવે પ્રશાંત કિશોર બાદ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ પણ કોંગ્રેસમાં નહીં જોડાય. પ્રશાંત કિશોરને કમાન સોંપાય તો જ કોંગ્રેસમાં જોડાવાની નરેશ પટેલની પ્રાથમિક તૈયારી હતી. પ્રશાંત કિશોર સાથે દિલ્લીમાં એક સામાજિક કાર્યક્રમમાં નરેશ પટેલની મુલાકાત થઈ હતી. પ્રશાંત કિશોરની ગેરહાજરીમાં ગુજરાતમાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. 

તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) કોંગ્રેસમાં (Congress) જોડાવાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે અનેક રાઉન્ડની બેઠકો અને પ્રઝેન્ટેશન બાદ પણ પ્રશાંત કિશોરને કોંગ્રેસની ઓફર પસંદ નથી આવી.

પીકેની કેટલીક દરખાસ્તો અવ્યવહારુ અને તકવાદીઃ
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પીકે પોતાના માટે કોંગ્રેસમાં કઈ રોલ ઈચ્છતા હતા. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર (1) પીકેની કોંગ્રેસ નેતૃત્વ સાથે કેટલાક મોટા હોદ્દા અંગે વાતચીત થઈ હતી, તેથી માત્ર એક કમિટીના સભ્ય બનાવવાની દરખાસ્ત પીકેને સારી ન લાગી. 

(2) કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે સૌથી મોટી સમસ્યા પીકેની કંપની આઈપેકનું ટીઆરએસ જેવી કોંગ્રેસની રાજકીય હરીફ પાર્ટી સાથે કામ કરવું હતું. હાલ પ્રશાંત કિશોરની કંપની આઈપેક TRS માટે કેમ્પેઈનિંગ અને પ્રમોશનનું કામ કરે છે.

(3) આ ઉપરાંત, રાજ્યોમાં ગઠબંધન અંગે પીકેની કેટલીક દરખાસ્તો કોંગ્રેસના નેતાઓ દ્વારા તકવાદી અને અવ્યવહારુ હોવાનું જણાયું હતું. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ પીકેના હાથમાં ચૂંટણીની કમાન આપવાના નિર્ણયની વિરુદ્ધમાં હતા.

પીકે લાંબા સમયથી કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં હતાઃ
આપને જણાવી દઈએ કે, તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ પ્રશાંત કિશોરે કોંગ્રેસ નેતૃત્વ સાથે નવેસરથી વાતચીત શરૂ કરી હતી અને પાર્ટીમાં મોટા ફેરફારો અંગે વિગતવાર સૂચનો આપ્યા હતા. ગત વર્ષના મધ્યમાં પણ પીકે કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં હતા. એવી અટકળો ચાલી રહી હતી કે આ વખતે પીકે કોંગ્રેસમાં જોડાશે અને તેમને મહાસચિવ જેવું મહત્વનું પદ આપીને ચૂંટણીની જવાબદારી સંભાળવા માટે કહેવામાં આવી શકે છે. કારણ કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીકેની રજૂઆતથી પ્રભાવિત હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીકેએ કોંગ્રેસને લોકસભાની લગભગ 400 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું, અને સંગઠન અને જન સંવાદની રણનીતિમાં મોટા ફેરફારો પણ સૂચવ્યા હતા. આ સિવાય પીકેએ રાજ્યોમાં વિવધ પાર્ટીઓ સાથે ગઠબંધનને લઈને પણ પ્રસ્તાવો મુક્યા હતા.

કોંગ્રેસ દ્વારા ઓફર આપવામાં આવી હતી

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા તરફથી કહેવામાં આવ્યું છે કે, કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024 માટે એક એક્શન ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, પ્રશાંત કિશોરને પણ આ જૂથનો ભાગ બનવા અને તમામ જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ તેણે તેનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
Embed widget