શોધખોળ કરો
Rajkot: મનપાના કૉંગ્રેસના ઉમેદવારોના નામ ક્યારે જાહેર થશે ? પ્રભારીએ શું આપ્યું નિવેદન, જાણો
રાજકોટમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તે પહેલાં વિવાદ સર્જાયો છે. બીજી યાદી જાહેર થાય તે પહેલા પ્રભારી નરેશ રાવલ રાજકોટ પહોંચ્યા હતા.

રાજકોટ: રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજનીતિ ગરમાઈ છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે મોટાભાગના નામની જાહેરાત કરી દીધી છે. રાજકોટમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તે પહેલાં વિવાદ સર્જાયો છે. બીજી યાદી જાહેર થાય તે પહેલા પ્રભારી નરેશ રાવલ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટના કોંગ્રેસના પ્રભારી નરેશ રાવલે નિવેદન આપ્યું છે કે રાજકોટના કોંગ્રેસના દાવેદરોને ખબર છે કે ફરી અમે સતામાં આવવાના છીએ એટલે બધા ટીકીટ માંગી રહ્યા છે. સાંજ સુધીમાં કોંગ્રેસના તમામ નામો જાહેર થઈ જશે. જે કોઈ પણ દાવેદારો છે તમને સમજાવવાનો પ્રયાસ છે. શહેર કોંગ્રેસના પ્રમુખ અશોક ડાંગરએ કહ્યું કોઈ જૂથવાદ નથી પરિવારમાં બધા ટીકીટ માંગી શકે છે. આવીકાલે 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ જશે.
વધુ વાંચો





















