શોધખોળ કરો
Advertisement
NEET 2020: રાજકોટનો વિદ્યાર્થી નીટની પરીક્ષામાં આવ્યો દસમા ક્રમે, જાણો વિગત
કોરોના વાયરસના કહેર વચ્ચે 13 સપ્ટેમ્બરના રોજ NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
NEET 2020 AIR 3 Rank Gujarat Rajkot Topper: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રાન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કરી દીધુ્ં છે. જેમાં ગુજરાતના 56.16 ટકા એટલે કે 36,398 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ગુજરાતમાંથી 64,719 વિદ્યાર્થીઓએ મેડિકલ એન્ટ્રાન્સ એક્ઝામ આપી હતી. ગયા વર્ષ કરતાં ગુજરાતી વિદ્યાર્થીઓએ આ વર્ષે NEETની પરીક્ષામાં વધુ સારું પરિણામ લાવ્યા હતા.
કોરોના વાયરસના કહેર વચ્ચે 13 સપ્ટેમ્બરના રોજ NEET પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ બે વખત કોવિડ 19 મહામારીને કારણે સ્થગિત થયેલ પરીક્ષાને હજી પાછળ ધકેલવા માટે પણ કેટલીય અરજીઓ થઈ હતી, આ બધાની વચ્ચે સફળતાપૂર્વક તંત્રએ પરીક્ષા યોજી હતી. દેશભરમાંથી કુલ 13.66 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાંથી 7 લાખ 71 હજાર 500 ઉમેદવારોએ આ પરીક્ષા ઉતીર્ણ કરી.
ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ ટૉપ 50માં જગ્યા મેળવી શક્યા છે. રાજકોટના માનિત માત્રાવાડિયા 720 માર્ક્સમાંથી 710 સ્કોર સાથે ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 10મું સ્થાન મેળવ્યું. અને 705 માર્ક્સ સાથે અમદાવાદના અજિંક્ય નાયકે ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં 42મું સ્થાન મેળવ્યું છે. માનિત ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બાળપણથી જ વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લઈને ડોક્ટર બનવાનું સપનું છે. કોરોના કાળમાં પણ પોતાની મહેનત ચાલુ રાખીને તેણે આ પરિણામ મેળવ્યું છે. ગુજરાતના 15થી 20 ઉમેદવારોએ 700 કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે. આ વખતે કમ્પિટિશન વધી જવાના કારણે કટ ઑફ માર્ક્સ પણ વધુ ઉંચે રહે તેવી શક્યતા છે.
નીટ કુલ 11 ભાષામાં લેવામાં આવે છે, જેમાં અંગ્રેજી, હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડા, મરાઠી અને તમિલ ભાષાઓ સહિતની કેટલીક ભાષા સામેલ છે. આ વખતે અંગ્રેજી અને હિન્દી પછી સૌથી વધુ સંખ્યામાં પરીક્ષા આપનાર ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ હતા. 77% ઉમેદવારોએ અંગ્રેજીમાં ટેસ્ટ આપી હતી, 13% ઉમેદવારોએ હિન્દીમાં ટેસ્ટ આપી હતી અને 4% ઉમેદવારોએ ગુજરાતીમાં ટેસ્ટ આપી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement