શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના આ જિલ્લાની વધી મુશ્કેલી, નોંધાયા વધુ બે કેસ, જાણો વિગત
શહેરની વિમલનાથ સોસાયટી અને વઢવાણની અંબિકા સોસાયટીમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ બે કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 47એ પહોંચી ગયો છે. શહેરની વિમલનાથ સોસાયટી અને વઢવાણની અંબિકા સોસાયટીમાં બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. વઢવાણમાં ગઈ કાલે આવેલા પોઝિટિવ દર્દીના ભાઈને જ કોરોના થયો છે.
બંને દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી બે દર્દીના મોત થયા છે. જ્યારે આજના બે દર્દીઓ મળી 21 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 24 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12667 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 4779 એક્ટિવ કેસ છે જેમાં 68 વેલ્ટીલેટર પર છે અને 4711 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 2 લાખ 33 હજાર 921 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં કુલ 220695 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 213262 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7433 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion