શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીઃ જાણો કયા કયા જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ?
હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદનો પ્રારંભ થયો છે.
રાજકોટઃ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બપોરે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદનો પ્રારંભ થયો છે.
અમરેલીની વાત કરીએ તો અમરેલી-બગસરા પંથકમાં વરસાદ શરૂ થયો છે. બગસરા શહેર સાથે ગામડાઓમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. મુંજ્યાસર, હામાપુર, રફાળા સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે. ખાંભા ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભાના ભાડ, નાનુડી, ઉમરીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાજુલા ગ્રામીણ પંથકમાં મોટા આગરીયા, ભંડારીયા, વાવેરા જેવા ગામોમા વરસાદી ઝાપટા પડ્યા હતા.
જૂનાગઢમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરના ગાંધીચોક , રેલવે સ્ટેશન વિસ્તાર , એમ. જી. રોડ , કળવા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બોટાદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. બરવાળામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વાતાવરણના પલટો આવતા મેઘરાજાએ એન્ટ્રી કરી છે.
ભાવનગર શહેરમાં વાતવરણ આવ્યો પલ્ટો આવ્યો છે. શહેરના વાઘાવાડી, ક્રેસન્ટ સર્કલ, નિલંબાગ, નવાપરા, ભીડભંજન રોડ, કળાનાળા સર્કલ, મેઘાણી સર્કલ, કળિયાબીડ સહિત ના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. આઠ દિવસના વિરામ બાદ મેઘાની એન્ટ્રી થતા લોકોને ગરમીથી રાહત મળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion