શોધખોળ કરો

રાજકોટ શહેરનાં 100 થી વધારે મંદિરોમાં પ્રવેશ માટે ડ્રેસ કોડનાં લાગ્યા પોસ્ટર, ટૂંકા કપડા નહીં પહેરી શકાય

સનાતન સ્વરાજ નામની સંસ્થાએ આ પોસ્ટર લગાવ્યા છે.

Dress Code For Entering Temple: રાજ્યના અનેક મોટા મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ છે ત્યારે હવે રાજકોટ શહેરના 100થી વધારે મંદિરોમાં પ્રવેશને લઈને ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. આ માટે મંદિરોમાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. પોસ્ટર અનુસાર મંદિરમાં કેપ્રિ, બરમુંડા, સ્લાવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ નહિ કરવાની સૂચના દર્શાવવામાં આવી છે. સનાતન સ્વરાજ નામની સંસ્થાએ આ પોસ્ટર લગાવ્યા છે.

દ્વારકામાં ડ્રેસ કોડ

ગુજરાતમાં પશ્ચિમ સંસ્કૃતિને તિજાંજલિ આપવાનો એક અનોખો પ્રયાસ દ્વારકામાંથી થયો છે. જગતમંદિર દ્વારકામાં કોઇપણ વ્યક્તિ ટુંકા કપડાં પહેરીને મંદિરમાં નહીં જઇ શકે. અહીં ટૂંકાં વસ્ત્રો પર 'NO ENTRY'ના બૉર્ડ પણ લાગ્યા છે. માહિતી પ્રમાણે, જગત મંદિર દ્વારકામાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મંદિરની ગરિમા જાળવવા માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે, ભાવિક ભક્તોની લાગણીઓને ઠેસ ના પહોંચે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યુ છે. આ નિર્ણયના બૉર્ડ પણ લગાવવામા આવ્યા છે, જેમાં દર્શનાર્થીઓને સૂચન આપતાં ગુજરાતી-હિન્દી-અંગ્રેજીમાં બેનરો સામેલ છે.

તાજેતરમાં, આગ્રા-મથુરાના મંદિરોમાં આવતા ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કર્યા પછી, ઘણા જિલ્લાઓના મંદિરોમાં આવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે અને ભક્તોને મંદિરમાં હિન્દુ સંસ્કૃતિનું પાલન કરવા વિનંતી કરવામાં આવી રહી છે. તેમને યોગ્ય ડ્રેસ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે. હવે હાપુડના પ્રસિદ્ધ મુક્તેશ્વર મહાદેવ મંદિરનું નામ પણ સામેલ છે, જ્યાં હવે ભક્તો માટે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, શોર્ટ્સ, ફ્રોક્સ અને નાઈટ સૂટ જેવા કપડા પહેરીને મંદિરમાં આવતા ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

ગઢ કે રાજા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર પ્રશાસન તરફથી મંદિરની બહાર અને અંદર પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં ભક્તોને મંદિરની અંદર યોગ્ય વસ્ત્રો પહેરવાની અપીલ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે મંદિરની અંદર ચીંથરેહાલ અને ટૂંકા કપડા પહેરવાથી મંદિરની ગરિમા ખરાબ થાય છે. ભક્તોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જો ભક્તો આવા કપડા પહેરીને આવશે તો તેમને મંદિરમાં પ્રવેશ મળશે નહીં અને તેઓ બહારથી જ ભગવાનના દર્શન કરી શકશે.                                          

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલManmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Embed widget