શોધખોળ કરો

Rajkot: રાજકોટથી ઝડપાયેલા આતંકી મામલે ગુજરાત ATSએ કર્યો મોટો પર્દાફાશ, જાણો તમામ વિગતો

રાજકોટમાંથી ગુજરાત  ATS દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ: રાજકોટમાંથી ગુજરાત  ATS દ્વારા આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા તમામ આરોપીઓને રાજકોટ એસઓજી ઓફીસ લાવવામાં આવ્યા હતા. આતંકી પકડાવવાની સમગ્ર ઘટના અંગે  ATSનાં એસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે જણાવ્યું હતું કે એટીએસ દ્વારા કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.  રાજકોટ સોની બજારમાં આ આતંકીઓ મજૂરી કામ કરતા હતા. 

અલ-કાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા

એટીએસે સોનીબજારમાં યોગી ચેમ્બર અને જે.પી.ટાવરમાં આતંકી ગતિવિધિ ચાલી રહ્યાની બાતમી ગુજરાત એટીએસને મળી હતી. આ બન્ને ટાવરમાં મોટી સંખ્યામાં બંગાળથી આવેલા કારીગરો સોનાનું છૂટક મજૂરી કામ કરતા હોય છે જેમાંથી અમુક લોકો અલ-કાયદા જેવા ખૂંખાર આતંકી સંગઠન સાથે સંકળાયેલા છે અને તેના માટે યુવકોનું બ્રેઈનવોશ કરવા સહિતની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ATSએ બન્ને સ્થળે એક સાથે રાત્રે અગીયાર વાગ્યાના અરસામાં દરોડો પાડીને અલ-કાયદા સાથે જોડાયેલા અમન, અબ્દુલ શકુર અને સૈફ નવાઝ નામના શખ્સોની ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે સંપર્કમાં રહેનારા કાઝી આલમગીર, તેનો સાળો સહિતના દસેક લોકોની ધરપકડ કરી હતી. 

Rajkot: રાજકોટથી ઝડપાયેલા આતંકી મામલે ગુજરાત ATSએ કર્યો મોટો પર્દાફાશ, જાણો તમામ વિગતો

 ATS દ્વારા અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવી

પત્રકાર પરિષદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર,  ATS દ્વારા અલગ-અલગ બે ટીમો બનાવવામાં આવી હતી. બંને ટીમો બે દિવસ રાજકોટમાં વોચમાં હતી. આ ત્રણેય આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલા છે. તમામ આતંકીઓ પશ્ચિમ બંગાળના વતની છે.  આ લોકોના અસલી નામની તપાસ કરવામાં આવી રહી છે.  ટેલીગ્રામ  સહિતની એપનો તેઓ ઉપયોગ કરતા હતાં. 

હથિયાર ચલાવવાની ટ્રેનિગ મેળવી

આ આતંકીઓએ ઓટોમેટિક હથિયાર ચલાવવાની ટ્રેનિગ મેળવી હતી.  આતંકીનો હેન્ડલર તેને આદેશ કરવાનો હતો કે આગળ શું કરવું.  આ આતંકીઓ બીજા લોકોને જોડાવા માટે પ્રેરણા આપતા હતા.  અલગ-અલગ પાંચ મોબાઈલ મળ્યા છે.  જેમાં કનવજેશન એપનો ઉપયોગ કરતા હતા. વેપન કઈ રીતે ચલાવવુ તેની એપ પણ મોબાઈલ મળી  આવી છે.  અલગ-અલગ રેડીકલ મટીરીયલનો ઉપયોગ કરતા હતા.  રેડીકલ મટીરિયલ મળી આવ્યું છે. આ લોકોનો હેન્ડલર બાંગ્લાદેશમાં હતો. તે આદેશ કરે તે મુજબ રાજકોટમાં અંજામ આપવાના હતા.  

હથિયારો ચલાવવાની માહિતી ગૂગલમાંથી મેળવતો

આતંકીઓ પાસેથી એક ઓટોમેટિક પિસ્તોલ તેમજ બુલેટ મળી આવી હતી. તે સોશિયલ મીડિયામાં  એકે 47 કેવી રીતે ચલાવવી તેમજ અન્ય હથિયારોને કેવી રીતે ચલાવવા તેની માહિતી મેળવવા મોબાઈલ ફોનમાં સર્ચ કરતો હતો. 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ  ATSની ટીમને અભિનંદન આપ્યા

રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કે ગુજરાત પોલીસને અભિનંદન આપુ છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્યારે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ  પશ્ચિમબંગાળનાં અલકાયદાથી રેડિક્લાઈઝ થયા છે.  ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
શું અકસ્માત થવા પર આયુષ્માન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર મળે? જાણો શું છે નિયમ
શું અકસ્માત થવા પર આયુષ્માન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર મળે? જાણો શું છે નિયમ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Amreli: દિલીપભાઈએ મને વટથી જીતાડ્યો: મંચ પરથી જયેશ રાદડિયાનો હુંકારAhmedabad: AMTSનો વધુ એક અકસ્માત, હાટકેશ્વર થી ઘૂમાંની બસ 151 ના અકસ્માતમાં પાંચથી વધુ ગાડીઓ અને રીક્ષાઓને નુકસાનBanaskantha: તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ: ગેનીબેન ઠાકોરનો હુંકારAmreli: કોઈપણ મુશ્કેલીમાં કે જરૂર પડી ત્યા દીલીપભાઈએ સહકાર આપ્યો: જયેશ રાદડીયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
સીબીએસઈ ધોરણ-12નું પરિણામ થયું જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
શું અકસ્માત થવા પર આયુષ્માન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર મળે? જાણો શું છે નિયમ
શું અકસ્માત થવા પર આયુષ્માન ભારત યોજના હેઠળ મફતમાં સારવાર મળે? જાણો શું છે નિયમ
પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો
પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો
Indegene IPO: 46 ટકા પ્રિમીયમ સાથે ધમાકેદાર લિસ્ટિંગ, Indegeneના રોકાણકારોને થઇ આટલી કમાણી
Indegene IPO: 46 ટકા પ્રિમીયમ સાથે ધમાકેદાર લિસ્ટિંગ, Indegeneના રોકાણકારોને થઇ આટલી કમાણી
બોડી બનાવવા પ્રોટીન પાઉડર ખાતાં હોય તો સાવધાન, હાડકાં નબળા પડી જશે, ICMR જાહેર કરી ચેતવણી
બોડી બનાવવા પ્રોટીન પાઉડર ખાતાં હોય તો સાવધાન, હાડકાં નબળા પડી જશે, ICMR જાહેર કરી ચેતવણી
Lok Sabha Election 2024 Voting Live: બીજેપીનો આરોપ - ટીએમસીનાં ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યા છે, એસપીએ કહ્યું- કન્નૌજમાં વોટ આપવા નથી દેવાતા
Lok Sabha Election 2024 Voting Live: બીજેપીનો આરોપ - ટીએમસીનાં ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યા છે, એસપીએ કહ્યું- કન્નૌજમાં વોટ આપવા નથી દેવાતા
Embed widget