શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટ અગ્નિકાંડઃ રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- સરકારે ગંભીરતાથી તપાસ કરવી જોઇએ
રાજકોટમાં ગુરૂવારે મોડિરાત્રે કોવિડ19 હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 5 લોકોના મૃત્યું થયા છે.
રાજકોટ: રાજકોટમાં ગુરૂવારે મોડિરાત્રે કોવિડ19 હોસ્પિટલમાં લાગેલી આગના કારણે 5 લોકોના મૃત્યું થયા છે. જો કે પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જો કે આ ઘટનાને લઈ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું છે.
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા કહ્યું, રાજકોટમાં કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના દુઃખદ છે. અમદાવાદમાં ઓગસ્ટમાં આ પ્રકારની આગ લાગી હતી. રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. આ દર્દીઓના પરિવાર પ્રતિ મારી સંવેદના.
રાજકોટ હોસ્ટિપલમાં આગ લગાવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કરતા કહ્યું, રાજકોટમાં એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે દર્દીઓના મૃત્યુંથી ઘણો દુઃખી છું. મારી સંવેદન તે લોકો સાથે છે જેમણે આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યાં છે. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના છે. તંત્ર પ્રભાવિત લોકોને દરેક પ્રકારની સહાયતા ઝડપથી કરે.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 33 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર મધરાતે સાડા બાર વાગ્યે આગનો કોલ આવ્યો હતો. હોસ્પિટલના બીજા માળે આવેલી મશીનરીમાં શોટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલની મંજૂરી અપાઈ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion