શોધખોળ કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં શરુ થયો વરસાદ 

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં વરસાદ શરુ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે કેરીના પાકને નુકશાન થવાનો ડર છે.  

રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેરમાં વરસાદ શરુ થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે કેરીના પાકને નુકશાન થવાનો ડર છે.  આજે સવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ છે. 
 
ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, આ જગ્યાએ મેઘરાજાની પધરામણી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના આજુબાજુના વિસ્તારોમાં અમી છાંટણા થયા છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તિથલ સહિત કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો જેને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.

બીજી તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધાનપુર અને દેવગઢ બારીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી છે. જિલ્લામાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ડાયમંડ નગરી સુરતની વાત કરીએ તો વરસાદ બાદ શહેરમાં ગઈકાલે ઝડપી પવનો ફૂંકાયા હતા. આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝડપી પવનોને કારણે સુરતવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે. 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાને કારણે ઝાડ પડવાના બનાવો બન્યા છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 10થી વધુ ઝાડ પડવાના કોલ મળ્યા છે. વાદળ તેમજ ભારે પવનને કારણે બે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મહિસાગરમાં પણ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવન ફુંકાતા ગરમીના પ્રમાણમાં ઘટાડો છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ
Rajkot: જેતપુરમાં GETCO ના વીજ ટાવર સામે ખેડૂતોનો ડુંગળી-રોટલો ખાઈ અનોખો વિરોધ
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget