સૌરાષ્ટ્રમાં મેઘમહેરઃ ગીર-સોમનાથમાં સાર્વત્રિક વરસાદ, જૂનાગઢમાં વરસાદ બાદ ધોધ જીવંત થયો
ગીર સોમનાથ ઉપરાંત દ્વારકામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભાણવડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યાં ધીમીધારે વરસાદ શરૂ રોડ રસ્તા પાણી પાણી થયા છે.
Monsoon: ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કોડિનાર, સુત્રાપાડા, વેરાવળ, તાલાલા સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે. વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં દોઢ ઇંચ, તાલાલામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
કોડીનાર શહેર, દેવળી, પીપળી, છારા, સરખડી રોનાજ, મિતિયાજ, વડનગર, નવાગામ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સુત્રાપાડામાં વડોદરા ઝાલા, પસનાવડા, બાવા, વાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. સાથે જ વાવડી, લોઢવા, સિંગસર, ધામલેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે.
ગીર સોમનાથ ઉપરાંત દ્વારકામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. ભાણવડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યાં ધીમીધારે વરસાદ શરૂ રોડ રસ્તા પાણી પાણી થયા છે. સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે. પવિત્ર પરષોત્તમ માસ નાં પ્રથમ દિવસે જ વરસાદી માહોલ છવાયો છે.
વરસાદ પડવાને લીધે જૂનાગઢમાં ધોધ જીવંત થયા છે. માળીયા હાટીના તાલુકાના વડાળા ગામે ઘોઘમ ધોધ જીવંત થયો છે અને લોકોમાં આકર્ષણનું કેંદ્ર બન્યો છે. માળીયા પંથકમાં સારા વરસાદથી ઘોઘમ ધોધમાં પાણીની આવક થઈ છે.
ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ ચોમાસાના 50 ટકાથી વધુ વરસાદ થયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ચોમાસાની મોસમના વરસાદના ડેટા અનુસાર, રાજ્યમાં શનિવારે સવારે 6 વાગ્યા સુધી 441.88 મીમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યભરના જિલ્લાઓ પર નજર કરીએ તો, કચ્છ જિલ્લામાં સૌથી વધુ 112.07 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે દાહોદ જિલ્લામાં સૌથી ઓછો 25.61 ટકા વરસાદ નોંધાયો છે. પ્રદેશ મુજબ, ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ કચ્છ પ્રદેશમાં સૌથી વધુ પડ્યો છે. . બિપરજોય ચક્રવાતના કારણે આ વિસ્તારમાં ઘણો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં કચ્છમાં 68.45 ટકા અને ઉત્તર ગુજરાતમાં 50.74 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 41.44 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ મધ્ય ભાગમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં અહીં માત્ર 36.45 ટકા વરસાદ નોંધાયો છે.
સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વધુ વરસાદ પડે છે, પરંતુ આ વખતે એવું નથી. બીજી તરફ, કચ્છ અને સૌરાષ્ટ્રને અર્ધ શુષ્ક ઝોન ગણવામાં આવે છે જ્યાં અત્યાર સુધીમાં પ્રમાણમાં વધુ વરસાદ થયો છે.અંજાર તાલુકામાં 190 ટકા પાણી પડી ગયું છે.