શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેંડ દેખાતા કયા ઉચ્ચ અધિકારીઓએ નાંખ્યા ધામા? જાણો વિગત

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાંચ દિવસ સુધી રાજકોટમાં ધામા નાંખ્યા છે. આ ઉપરાંત અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવવામાં આવી છે.

રાજકોટઃ અમદાવાદ અને સુરત પછી હવે કોરોનાનું એપી સેન્ટર રાજકોટ તરફ મૂવ કરી રહ્યું છે. રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેંડ શરૂ થતાં ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાંચ દિવસ સુધી રાજકોટમાં ધામા નાંખ્યા છે. આ ઉપરાંત અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવવામાં આવી છે. આ સિવાય એડિશન ડાયરેક્ટર (મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ડો. દિક્ષિત, ડો. સંજય કાપડિયા, ડો. વૈદ્ય સહિત આખી ટીમ રાજકોટ આવી રહી છે અને પાંચ-છ દિવસ રોકાશે. રાઈઝિંગ ટ્રેંડ શું છે? આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મહામારીની તાસીર છે કે, દરેક જગ્યાએ પહેલા કોરોનાના કેસો વધે છે. પછી કેસો કંટ્રોલમાં આવે છે અને પછી કેસો ધીમે ધીમે ઘટે છે. રાજકોટમાં પણ ફાઇનલી કોરોનાનું રાઇઝિંગ ટ્રેંડના ગ્રાફને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ તરીકે અને અમારા એડિશન ડાયરેક્ટર (મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ) ડો. દિક્ષિત, ડો. સંજય કાપડિયા, ડો. વૈદ્ય સહિત આખી ટીમ રાજકોટ આવી રહી છે અને પાંચ-છ દિવસ રોકાશે. રાજકોટમાં 3000 બેડની ક્ષમતા સામે 771 જ દર્દી દાખલ છતાં નવી કોવિડ હોસ્પિટલ ઊભી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટ બોલાવામાં આવી છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. જે અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ રાજકોટમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેંડ શરૂ થયો છે. જેને કારણે કેસો વધી રહ્યા છે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા વધુ 21 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 19 અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીના મૃત્યુ થયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જોઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ, સૌરાષ્ટ્રમાં 4474 એક્ટિવ કેસો છે. જ્યારે 12,784 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સૌરાષ્ટ્રમાં કુલ 261 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટમાં સૌથી વધુ 2029 એક્ટિવ કેસો છે. આ પછી ભાવનગરમાં 465, જામનગરમાં 430, અમરેલીમાં 392, સુરેન્દ્રનગરમાં 284, જૂનાગઢમાં 251, મોરબીમાં 199, દેવભૂમિ દ્વારકામાં 132, બોટાદમાં 111 અને પોરબંદરમાં 31 એક્ટિવ કેસો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Rajkot Fire: રાજકોટ જીઆઇડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, લાખોનો સામાન બળવાનું અનુમાન
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Stock market:આ શેરમાં સતત લાગી રહી છે અપર સર્કિટ, રોકાણકારોને એક વર્ષમાં કરી દીધા કરોડપતિ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
મહારાષ્ટ્રના પરભણીમાં બંધારણના અપમાનને લઈને હિંસા, ટીયર ગેસના શેલ છોડાયા, ઈન્ટરનેટ બંધ
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
Amazon Prime Video પર કન્ટેન્ટને લઇને કેવી રીતે કરી શકશો ફરિયાદ? જાણો સરળ પ્રોસેસ
Embed widget