રાજકોટઃ જેતપુર પાસે નદીના પ્રવાહમાં 6 મજૂરો તણાયા, 2નો આબાદ બચાવ, 4 લાપતા
ચારેય પરપ્રાંતીય મજૂરો નદીના પ્રવાહમાં તણાયા બાદ લાપતા થઈ ગયા હતા. જેતપુરના રબારીકા રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા ગુડુ ધનરાજ, મંજેશ કુમાર, કુશ, અર્જુન નામના ચારેય મજૂરો પાણીમાં ગરકાવ થયા હતા.
Jetpur News: જેતપુરમાં ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં ચાર પરપ્રાંતીય મજૂરો તણાવાની ઘટના બની હતી. 19 તારીખના બપોરના બે વાગ્યાના અરસામાં 6 મજૂરો માછીમારી કરવા ગયા હતા. ભાદર નદીમાં અચાનક પ્રવાહ આવતા 4 પાણીમાં તણાયા હતો અને 2 નો આબાદ બચાવ થયો હતો.
ચારેય પરપ્રાંતીય મજૂરો નદીના પ્રવાહમાં તણાયા બાદ લાપતા થઈ ગયા હતા. જેતપુરના રબારીકા રોડ ઉપર આવેલ કારખાનામાં કામ કરતા ગુડુ ધનરાજ, મંજેશ કુમાર, કુશ, અર્જુન નામના ચારેય મજૂરો પાણીમાં ગરકાવ થયા હતા. ધોરાજી તાલુકાના વેગડી ગામ નજીક એક મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ બહાર કાઢવા જતા મૃતદેહ ફરી તણાયો હતો. વેગડી ગામ નજીક બે દિવસ SDRF ની ટીમે શોધખોળ કરી પરતું હજુ કંઈ પતોનાં લાગતા આજે NDRF અધ્યતન સામગ્રી સાથે આવી પહોંચ્યું છે. NDRF ના જવાનો દ્વારા ભાદર દીમાં શોધખોળ ચાલુ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વેગડી ગામ નજીકથી NDRF ને એક લાશ મળી આવી એટલે હજુ પણ 3 મજૂરો લાપતા છે.
જેતપુરમાં ભારે વરસાદને પગલે મેવાસા ગામ પાસે આવેલ છાપર વાડી 2 ડેમ ઓવરફ્લો થયો છે. વીરપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતાં મેવાસા પાસે આવેલ છાપરવાડી 2 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી 25 ફૂટ જે લેવલ પર પહોંચતા ડેમ ઓવરફ્લો થયો. હાલ ડેમમાં પાણીની આવક 11600 ક્યુસેકની સામે 11600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
છાપરવાડી 2 ડેમના 3 દરવાજા 3 ફૂટ તેમજ ફૂટ ખોલવામાં આવ્યા છે. સિંચાઈ માટે મેવાસા કેરાળી પ્રેમગઢ જાંબુડી રબારીકા લુણાગરા નાના ભાદરા મોટાભાદરા ને પાણી અપાય છે. ડેમ નીચેના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. છાપરવાડી 2 ડેમ ઓવર ફ્લો થતા લોકો નજારો જોવા પહોંચ્યા હતા. છાપર વાડી 2 ડેમ ઓવર ફ્લો થતા આઠ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. જેતપુર તાલુકાના હરીપર, મેવાસા જાંબુડી, રબારીકા, પ્રેમગઢ, કેરાળી લુણાગરા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટના સૌથી મોટા બીજા નંબરના ડેમ ભાદર 1 ડેમમાં સતત નવા નીરની આવક ચાલુ છે. ભાદર 1 ડેમ પાણીનો જથ્થો સગ્રહ કેપિસિટી 6648 ઍમ. સી. એફ. ટી. છે. 34 ફૂટની સપાટી ધરાવતા ભાદર 1 ડેમની સપાટી 27.15 ફૂટે પહોંચી છે. ભાદર 1 ડેમમાં હાલ 1142 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.
ભાદર 1 ડેમ સિંચાઈ ઉપરાંત જેતપુર રાજકોટ ગોંડલ સહિત શહેરોમાં પીવાનું પાણી પૂરું પાડે છે