Rajkot : યુવકની છરીના ઘા મારી હત્યા, લાશ બોક્સમાં પેક કરી રસ્તા પર ફેંકી દીધી; મોત પાછળ કોનો છે હાથ?
રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક નાળા પાસેથી લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું. કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. તેમજ બોકસ ખોલ્યું તો અંદરથી પ્લાસ્ટિકના કોથળાથી વીંટાળેલી લાશ મળી હતી.
રાજકોટઃ ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક આવેલા નાળા પાસેથી એક મોટા બોક્સમાંથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. યુવકને સાતથી વધુ છરીના ઘા ઝીંકીને હત્યા કરાઈ છે. પોલીસ તપાસમાં મૃતક ગોકુલધામનો બૂટલેગર સંજય સોલંકી (ઉ.વ.37) હોવાનું ખુલ્યું હતું. આ હત્યા પાછળ કોઈ યુવતીનો હાથ હોવાની પોલીસને શંકા છે.
પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી નજીક નાળા પાસેથી લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ મળી આવ્યું હતું. કોઈ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. તેમજ બોકસ ખોલ્યું તો અંદરથી પ્લાસ્ટિકના કોથળાથી વીંટાળેલી લાશ મળી હતી.
સંજય સોલંકીને છરીના ઘા ઝીંકી પતાવી દિધો હતો. મૃતકના જમણા હાથમાં ચાંદીની લક્કી અને એક બાળકનું ટેટૂં બનાવાયેલું હતું. સંજયના એક વર્ષ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
હત્યા કર્યા બાદ હત્યારાઓ લાશ નિરાંતે બોક્સમાં પેક કરી હતી અને તેને કયાં ફેંકવી તેનો પ્લાન ઘડ્યો હોય. તેમજ હત્યારાઓ ગુનાહિત કુંડળી ધરાવતા હોવાની પણ આશંકા પોલીસે વ્યકત કરી હતી.