Rajkot: શહેરમાં ગુનાખોરી વધી, ઝૂંપડપટ્ટીમાં રહેતી તરુણીને આરોપી ઉઠાવી ગ્યો ને પછી આચર્યુ દુષ્કર્મ....
રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શહેરમાંથી વધુ એક અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે.
Rajkot: રાજકોટમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. શહેરમાંથી વધુ એક અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી તરુણીને આરોપી ઉઠાવી ગયો હતો અને બાદમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ, આ વાતની જાણ પોલીસમાં કરાયા બાદ પોલીસે બન્નેને કાલાવડ નજીકના ગામમાંથી પકડી પાડ્યા હતા. હાલમાં તરુણી અને આરોપી બન્નેને પોલીસે શોધી કાઢ્યા છે, અને આરોપી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પૉક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જેતપુરનો હિંદુ યુવક ઇન્સ્ટાગ્રામ મારફતે બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીના આવ્યો સંપર્કમાં અને પછી...
રાજકોટના જેતપુરમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, જેતપુરના નવાગઢના યુવકે મુસ્લિમ ધર્મનો અંગિકાર કર્યો હતો. જેતપુરના નવાગઢનો હિંદુ યુવક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બાંગ્લાદેશની મુસ્લિમ યુવતીના સંપર્કમાં આવ્યો હતો. યુ-ટ્યુબ અને વેબસાઇટના માધ્યમથી યુવકનું બ્રેઇનવોશ કરવામાં આવ્યું હતું. યુવક છેલ્લા 6 મહિનાથી ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હોવાની જાણકારી મળી રહી છે. યુવકે પોતાનું હિન્દુ નામ બદલી શેખ મોહમ્મદ અલસમી રાખ્યું હતું. એટલું જ નહી યુવક જેતપુરની મસ્જિદમાં પાંચ વખત નમાજ અદા કરવા જાય છે. યુવકના પરિવારજનોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ મામલે યુવકના પરિવારજનો અને હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.
પીએમ મોદી આગામી 16 જુલાઇએ આવી શકે છે રાજકોટ, જાણો શું છે મોટો કાર્યક્રમ ?
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગામી અઠવાડિયામાં ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. સમાચાર છે કે, પીએમ મોદી આગામી 16 જુલાઇએ રાજકોટની મુલાકાતે આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદી રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે. એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ લગભગ પહેલાથી જ નક્કી થઇ ચૂકી છે, અને આ માટે હવે મોટો કાર્યક્રમ પણ યોજાવવાનો છે. ખાસ વાત છે કે, રાજકોટની મુલાકાત દરમિયાન પીએમ મોદીના હસ્તે કે. કે. વી. ચોક એલિવેટેડ બ્રિજ પણ ખુલ્લો મુકવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને આગામી સમયમાં પીએમ મોદીના હસ્તો ખુલ્લુ મુકવામાં આવશે. ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર ટ્રાયલ રન પણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial