(Source: ECI/ABP News/ABP Majha)
School Timing: રાજકોટમાં કાતિલ ઠંડીથી વિદ્યાર્થીનીના મોત બાદ તંત્રએ શું કર્યો આદેશ ?
Rajkot News: વિદ્યાર્થીનીના મોત બાદ તંત્ર સફળું જાગ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે.
School Timing: રાજ્યમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતા રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે ગઈકાલ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. ધોરણ 8ની આ વિદ્યાર્થિનીને ધ્રુજારી આવ્યા બાદ બેન્ચ પરથી ઢળી પડી હતી અને એ પછી તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થીનીના મોત બાદ તંત્ર સફળું જાગ્યું છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે. જે મુજબ ગુરુવારથી રાજકોટની તમામ શાળાનું શૈક્ષણિક કાર્ય સવારે 8 વાગ્યાથી શરૂ થશે ઉપરાંત ઠંડીના દિવસોમાં યુનિફોર્મના સ્વેટર સિવાય વધારાના સ્વેટર અને શાલ પહેરતા શાળા નહિ રોકી શકશે નહીં.
આ બાબતે પરિવારજનોએ આરોપ કરતા કહ્યુ હતું કે ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવ્યો હતો અને તેનો તાત્કાલિક સારવાર ન મળતાં બાળકીનું મૃત્યુ થયુ છે. આ ઘટના બાદ આજે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આ સમગ્ર ઘટના બાબતે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે.
ગોધરામાં DD સ્ટીલ કંપની પર આઈટીના દરોડા
ગોધરામાં DD સ્ટીલ કંપની પર આઈટીએ દરોડા પાડ્યા છે. આઇટી ની ત્રણ ટીમો દ્વારા સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી છે. DD સ્ટીલ કંપની સહિત નિવાસ સ્થાને આઇ ટી વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટી દ્વારા બેનામી હિસાબો-વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
વન ડેમાં બેવડી સદી ફટકારનારા ભારતીયો
- ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે વન ડેમાં ભારત તરફથી સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. સચિને 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.
- સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
- જે બાદ સળંગ ત્રણ વખત રોહિત શર્માએ બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.
- 2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
- જે બાદ 18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.