શોધખોળ કરો

Rajkot Corona Cases: રાજકોટમાં ફરી કોરોનાની એન્ટ્રી, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી વગરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ફફડાટ

Rajkot Corona Cases: રાજકોટમાં 2 મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. છેલ્લે રાજકોટમાં 22 ઓક્ટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયો હતો.

Rajkot Corona Cases: દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. દેશની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગર, અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. શહેરના અક્ષરમાર્ગ પર રહેતી 52 વર્ષીય મહિલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેમ છતાં રિપોર્ટ પોઝિટિવ આવતાં  ફફડાટ ફેલાયો છે. જો કે મહિલાને તાવ અને શરદીના સામાન્ય લક્ષણો હોવાથી હોમ આઇસોલેટ થયા છે. રાજકોટમાં 2 મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. છેલ્લે રાજકોટમાં 22 ઓક્ટોબરના રોજ કોરોનાનો કેસ નોંધાયો હતો.

અમદાવાદમાં કેટલા છે પોઝિટિવ કેસ

અમદાવાદમાં કોરોનાના હાલ 7 પોઝિટિવ કેસ છે. 15 વર્ષ થી 60 વર્ષના દર્દીઓ હાલ કોવિડ પોઝિટિવ છે. 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે. 3 પુરુષ, 4 મહિલા કોવિડ પોઝિટિવ છે. નોંધનીય છે કે તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી  છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. જેનો 28 તારીખ સુધી રિપોર્ટ આવે તેવી શક્યતા છે. જોધપુર, પાલડી, અને ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.

ગાંધીનગરમાં પણ આજે મળ્યો વધુ એક કોરોના કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે ફરી દેખા દિધી છે જેના પગલે સમગ્ર રાજ્યમાં ફફડાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં આજે વધુ એક કોરોના કેસ મળ્યો છે. સેકટર-3માં રહેતા 57 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે ગાંધીનગરના સેક્ટર-6માં રહેતી 57 અને 59 વર્ષીય બે મહિલા દક્ષિણ ભારતના પ્રવાસમાં જઇને આવ્યા બાદ કોરોના સંક્રમિત થઇ હતી. જે બાદ આરોગ્ય તંત્ર આ બંન્ને કેસને લઇને દોડતું થયું હતું. બન્ને પોઝિટિવ બહેનોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી છે ત્યારે પ્રવાસમાં ગયેલી અન્ય પ્રવાસીઓને સ્ટ્રેસ કરવાનું કામ પણ ગાંધીનગર કોર્પોરેશનની સાથે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

દેશમાં શું છે કોરનાની સ્થિતિ

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં  એક્ટિલ  કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.  

 ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટના વધવા લાગ્યા છે કેસ, ઈમ્યુનિટી વધારવા અપનાવો આ ટિપ્સ

અમદાવાદમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ, 5 તો આવ્યા છે વિદેશ પ્રવાસેથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget