શોધખોળ કરો

Rajkot Corona news : સિવિલમાં લોબીમાં જ કોરોનાના 3 દર્દીના મોત, ઓક્સિજન પણ ન આપી શકાયો, જાણો શરમજનક સ્થિતિની વિગતો

રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના કોવિડ હોસ્પિટલ(Covid hospital) ની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. ગઈ કાલે ત્રણ કોરોનાના દર્દીના લોબીમાં જ મોત થયા છે. ઓક્સિજન (oxygen) પણ દર્દીઓને આપવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે.

રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના કોવિડ હોસ્પિટલ(Covid hospital) ની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. ગઈ કાલે ત્રણ કોરોનાના દર્દીના લોબીમાં જ મોત થયા છે. ઓક્સિજન (oxygen) પણ દર્દીઓને આપવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓને વોર્ડમાં એસી બંધ હોવાથી હાલાકી પડી હતી. 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટર અને ગાયનેક સેન્ટરને શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. બંને વિભાગો રેલવે હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. કોરોના દર્દીઓ માટે વધારાના બેડની વ્યવસ્થા કરવા તડામાર તૈયારી ચાલી રહી છે. કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે. 

શહેરમાં એક જ દિવસમાં કોરોના ગાઈડલાઈન (Corona guideline) મુજબ થયેલ અંતિમવિધિના આંકડા સામે આવ્યા છે. કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી છે. રાજકોટના સ્મશાન (Rajkot Smashan) અને કબ્રસ્તાન (Kabrastan) માં થયેલ અંતિમવિધિના આંકડા સામે આવ્યા છે. 

બાપુનગર સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 18 અંતિમવિધિ કરવામાં આવી છે. મોટા મોવા સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 12 અંતિમવિધિ કરવામાં આવી છે. મવડી સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 11 અંતિમવિધિ કરવામાં આવી છે. રામનાથપરા સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 9 અંતિમવિધિ કરવામાં આવી છે. કબ્રસ્તાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 3 અંતિમવિધિ કરવામાં આવી છે. 

રાજકોટમાં કોરોનાથી 24 કલાકમાં 31 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) બેકાબૂ બની ગયું છે. રોજ રોજ કેસના નવા રેકોર્ડ બની રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સ્થિતિ ચિંતાજનક છે.  અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાનો (Rajkot Corona Cases) ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

કેટલા બાળકો રોજ આવી રહ્યા છે ઝપેટમાં

શેહરમાં બાળકો પણ હવે કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. છેલ્લા 15 દિવસથી શહેરમાં રોજના 30 જેટલા બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona Positive) આવી રહ્યા છે. સિવિલમાં 16 અને વોકહાર્ટમાં 4 બાળકો કોરોનાની સારવારમાં છે. માત્ર બે દિવસના નવજાત બાળકનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાના માત્ર 7 દિવસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 500 બાળકોનો કોરોનો પોઝિટિવ આવ્યોછે.

60 ટકા 5 વર્ષથી નાની વયના

ડોક્ટરના કહેવા મુજબ, રોજના આશરે 30 કેસમાંથી 60 ટકા 5 વર્ષથી નીચેની ઉંમરના હોય છે.  બાળકોમાં રોગની તીવ્રતા ઓછી હોવાથી તેમને જરૂરી દવા-ઈન્જેક્શન આપીને હોમ આઇસોલેટ (Home Isolate) રાખવામાં આવે છે.  નાના બાળકોને કોરોના હોવા છતાં તેની સંભાળ પરિવારજનોએ જ રાખવી પડે છે. જેના કારણે તેમને પણ કોરોના થવાનો ખતરો રહે છે.

રાજકોટમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજકોટ શહેરમાં મંગળવારે 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 64 સહિત કુલ 385 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં આવેલા કેસ કરતા ઘણા વધારે છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર છ જ દિવસમાં કોરોનાના કેસમાં 6 ટકાનો વધારો નોંધાયો છે અને દરરોજ 1 ટકાના દરે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલની સ્થિતિએ કુલ કેસની સંખ્યા 28468 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસ 1927 છે.

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kanu Desai: ખેડૂતોને દિવસે વીજળીને લઈને નાણામંત્રી કનુ દેસાઈની સૌથી મોટી જાહેરાત | Abp AsmitaAhmedabad | અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત ત્રીજા દિવસે ધુમ્મસભર્યું વાતાવરણ, જુઓ વીડિયોમાંGujarat Unseasonal Rain:કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું ભયંકર સંકટ, 30થી40 કિમીની ઝડપે ફુંકાશે પવનKutch Earthquake: વહેલી સવારે ધ્રુજી ગઈ ધરા,3.7ની તીવ્રતાનો અનુભવાયો આચંકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે  જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
ઝઘડિયાની માસૂમ બાળકી આખરે જિંદગીની જંગ હારી ગઇ, ઓર્ગન ફેલ્યોર થતાં નિધન
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
IND vs AUS: મેલબૉર્ન ટેસ્ટ પહેલા ભારતીય ટીમમાં મોટો ફેરફાર, અશ્વિનની જગ્યાએ આ યુવા ખેલાડીની થઇ એન્ટ્રી
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Shaan Building Caught Fire: સિંગર શાનની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સળગતી ઇમારતનો વીડિયો થયો વાયરલ
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Himachal Pradesh : મનાલીમાં ભારે બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ, 1000થી વધુ વાહન ફસાયા
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
શું તમે પણ New Born Babyને રૂમ હીટર પાસે સુવડાવો છો, જાણો કેટલું છે ખતરનાક?
Embed widget