Suicide: રાજકોટમાં ડબલ સુસાઇડ, પત્નીની આત્મહત્યા બાદ પતિએ પણ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ. જાણો આખો મામલો
રાજકોટમાંથી આજે એક ડબલ સુસાઇડ કેસ સામે આવ્યો છે, આ કેસમાં પહેલા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતા
Rajkot Double Suicide Case: રાજકોટમાંથી આજે એક ડબલ સુસાઇડ કેસ સામે આવ્યો છે, આ કેસમાં પહેલા પત્નીએ આત્મહત્યા કરી લીધી હતા, પરંતુ બાદમાં સાસરીયા તરફથી ત્રાસ આપીને સતત હેરાનગતિ કરતા પતિએ પણ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ હોવાનું સામે આવ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ડબલ સુસાઇડ કેસમાં પોલીસની તપાસ ચાલુ છે, ઘટના એવી છે કે, રાજકોટમાં એક ઘરેલું કંકાસના કારણે પત્ની બાદ પતિએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટના યુવરાજનગર વિસ્તારમાં રહેતા અનિલ ડાભી નામના યુવકે હાલમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ અગાઉ એક અઠવાડિયા પહેલા તેની પત્ની કાજલે પણ આત્મહત્યા કરી લીધી હતી. કાજલને સંતાન પ્રાપ્તિ ના થતાં તેને કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. કાજલની આત્મહત્યાની ઘટના બાદ અનિલ ડાભીને તેના સાસરિયાં એટલે કે કાજલના પિયર પક્ષ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવી હોવાનું ખુલ્યુ છે, અનિલ ડાભીએ આ મામલે આક્ષેપો કર્યા હતા કે, કાજલના પિયર પક્ષ દ્વારા તેની પાસે 10 લાખ રૂપિયાની સતત માંગણી કરવામાં આવતી હતી. જે પછી પત્નિના વિયોગ અને સાસરિયા ત્રાસથી કંટાળીને અનિલ ડાભીએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ખાસ વાત છે કે, યુવકે આત્મહત્યા કરતાં પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. પતિ કાજલ અને પત્નિ અનિલ ડાભી બન્નેના અસ્થિ દામોકુંડમાં સાથે પધરાવવાનો પણ વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
અમદાવાદના નરોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી આરતીબેને આપઘાત કર્યો છે. એસઆરપી-2 ક્વાટર્સમાં તેણે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મહિલા પોલીસકર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અમદાવાદ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવાતી મહિલા પોલીસકર્મી આરતીબેન આપઘાત કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. Srp 2 કવાટર્સમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે મહિલા પોલીસ કર્મીએ પારિવારિક ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધીને ઝીંણવટપૂર્વક તપાસ શરૂ કરી છે. મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા પહેલા કોઈ સ્યુસાઈડ નોટ લખી છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે.
થોડા સમય પહેલા પણ શહેરના એક પોલીસ કર્મચારીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસેની ક્રૃષ્ણનગર સોસાયટીમાં ગત તા. 9.10.2023ના રોજ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા કોન્સ્ટેબલ હિતેષ આલે આપઘાત કર્યો હતો. મૃતક હિતેષભાઇ આલને એસજી-2 ટ્રાફિક પો. સ્ટેશનમાં ફરજ બજાવતી રીંકલ અમરતભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. ત્રણેક વર્ષમાં રીંકલે પ્રેમ સંબંધ કેળવી અન્ય લોકો સાથે સંબંધો બાંધ્યા હોવાથી હિતેષભાઇએ તેની સાથે સંબંધો પૂરા કરી નાખ્યા હતા. રીંકલે હિતેષભાઇ પાસેથી નાણાં પડાવી માનસિક ત્રાસ આપી કેસ કરવાની ધમકીઓ આપી હિતેષભાઇની પત્નીને ફોન કરીને ઝઘડો કર્યો હતો. આ બાબતોથી કંટાળીને હિતેષભાઇએ આપઘાત કર્યો હોવાથી રીંકલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વેજલપુર પોલીસે ધરપકડ કરી હતી.