શોધખોળ કરો

Rajkot: 12 લાખની લાંચ કેસમાં રાજકોટમાં EPFO ડેપ્યૂટી કમિશનરને CBIએ દબોચ્યો, હવે લેવાશે રિમાન્ડ

રાજ્યમાં લાંચ કેસોને લઇને CBIની ટીમે એક્શનમાં આવી છે, રાજકોટમાં એક અધિકારીને લાંચ કેસમાં આજે CBIએ ધરપકડ કરી લીધી છે.

Rajkot: રાજ્યમાં લાંચ કેસોને લઇને CBIની ટીમે એક્શનમાં આવી છે, રાજકોટમાં એક અધિકારીને લાંચ કેસમાં આજે CBIએ ધરપકડ કરી લીધી છે. માહિતી પ્રમાણે, રાજકોટના EPFO ડેપ્યૂટી કમિશનરની આજે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે, આ કેસ એક મહિના પહેલા લીધેલી 12 લાખની લાંચનો છે. સરકારી કૉન્ટ્રાકટરને PFના ઇસ્યૂને લઇને લાંચ માંગી હતી, ખાસ વાત છે કે, ગાંધીનગરમાં CBIએ ડેપ્યૂટી કમિશનર વતી લાંચ લેનારા ચિરાગ જસાણીને તો તે સમયે જ દબોચી લેવામાં આવ્યા હતો, હવે આ મામલે ડેપ્યૂટી કમિશનર નિરંજનસિંધની ધરપકડ કરવામાં આવી છે. નિરંજનસિંઘે પીએફના ઇશ્યૂને લઇને 12 લાખની લાંચ લીધી હતી. આ મામલો તુલ પકડતાં જ નિરંજનસિંહ તે સમયે ઘરને તાળું મારી ચાલ્યા ગયા હતા, પરંતુ હવે CBI હાજર થતાંની સાથે જ ડેપ્યૂટી કમિશનરની ધરપકડ કરી લેવાઇ છે, આજે આ કેસ મામલે નિરંજનસિંઘને કૉર્ટમાં રજૂ કરીને રિમાન્ડ લેવામાં આવી શકે છે. આ પછી CBIની ટીમ સીલ કરેલા નિવાસસ્થાને લઇ જઈને તપાસ કરશે. 

EPFOએ ઉચ્ચ પેન્શન માટે શરૂ કરી આ ખાસ સુવિધા, પરંતુ હજુ પણ ગણતરી સ્પષ્ટ નથી!

ઉચ્ચ પેન્શન અંગેની મૂંઝવણ દૂર કરવા માટે, EPAO એ સમજાવ્યું છે કે તે કેવી રીતે ગણતરી કરશે કે સબ્સ્ક્રાઇબર્સને પેન્શનમાં કેટલી રકમ ટ્રાન્સફર કરવાની જરૂર પડશે. જો કે, હજુ સુધી EPFOએ પેન્શનની ગણતરીની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી નથી, જે પછીથી રજૂ કરવામાં આવશે.સભ્યોની નિવૃત્તિ પછી મળેલી પેન્શનની રકમની ગણતરી કરવા માટે EPFO ​​ગણતરીની ફોર્મ્યુલા રજૂ કરશે. હાલમાં, ઉચ્ચ પેન્શન માટે પાત્ર સબ્સ્ક્રાઇબર્સ પેન્શન ફંડને ચૂકવવાપાત્ર વ્યાજ સહિત તેમની સંભવિત જવાબદારીની ગણતરી કરી શકશે.

સબ્સ્ક્રાઇબર્સ પાસે ત્રણ મહિના હશે

EPFOએ જણાવ્યું હતું કે PF ખાતાધારકો પાસે તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા યોગદાન ઓછું હોય તો વધુ રકમ જમા કરવા માટે સંમત થવા માટે ત્રણ મહિનાનો સમય હશે. હાલમાં, EPS-1995 હેઠળ પેન્શનની ગણતરી છેલ્લા પાંચ વર્ષની સેવાના વાસ્તવિક મૂળભૂત પગારની સરેરાશને તે વર્ષો સાથે ગુણાકાર કરીને અને કુલને 70 વડે ભાગીને કરવામાં આવે છે.

ઉચ્ચ પેન્શનની ગણતરી સ્પષ્ટ નથી

ઉચ્ચ પેન્શન સંબંધિત અરજી 26 જૂન સુધી મોકૂફ રાખવામાં આવી છે. ઉચ્ચ પેન્શન મેળવવા અંગે સ્પષ્ટતાનો અભાવ છે. અનેક સવાલો સામે આવ્યા છે કે ગ્રાહકને કેટલું પેન્શન મળશે તેની ગણતરી થશે કે નહીં? તે જ સમયે, જૂની સિસ્ટમમાંથી જ પેન્શનની ગણતરી કરવામાં આવશે અથવા નવી સિસ્ટમ ઉમેરવામાં આવશે.

નવા પરિપત્ર હેઠળ ઉચ્ચ પેન્શનનો નિયમ શું છે

બીજી તરફ, EPFO ​​હેઠળના નવા પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સબસ્ક્રાઇબરની સંપૂર્ણ માહિતી ઉચ્ચ પેન્શન માટે પાત્ર હોવાનું જાણવા મળે છે, ત્યારે સબસ્ક્રાઇબર્સને EPFO ​​તરફથી ડિમાન્ડ લેટર પ્રાપ્ત થશે અને જણાવવામાં આવશે કે કેટલી રકમ અને વ્યાજ તેમને ટ્રાન્સફર કરવામાં આવશે. જો ખાતામાં પૂરતા પૈસા ન હોય તો ગ્રાહકોએ એટલી જ રકમ જમા કરાવવી પડશે.

કેટલું યોગદાન આપવું પડશે

EPFO હેઠળ પેન્શનની રકમ મેળવવા માટે, અમુક ભાગ PF ખાતા હેઠળ જમા કરાવવો પડે છે. તમારા યોગદાનના આધારે, રૂ. 5000 થી રૂ. 15 હજાર સુધીની રકમ આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Embed widget