શોધખોળ કરો

Rajkot: બ્લડ કેન્સરથી પિડાતા સજ્જને પુત્ર સાથે મળીને કોરોનાના 50થી વધુ દર્દીના બચાવ્યા જીવ, ફોન આવે કે તરત પહોંચી જાય છે ને......

ફારુકભાઈ મોદન છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવા-થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે. આવા સમયે તેઓ પોતાના પુત્ર સાતે દિવસ રાત કોરોના દર્દીઓની પાસેથી એક પણ રૂપિયો લીધા વિના તેમને હોસ્પિટલ પહોંચાડી નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આવા સમયે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મોત સામે ઝઝુમી રહેલી વ્યક્તિ કોરના દર્દીઓઓની સારવાર કરી રહ્યા છે. જેતપુરમાં કોરોના દજર્દીઓને કોઈપણ હોસ્પિટલમાં જવા કે આવવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી. લોકો હોસ્પિટલ ન પહોંચતા મોતને ભેચટી રહ્યા હતા. જોકે, જેતપુર નવાગઢ વિસ્તારના ફારુકભાઈ મોદને પોતે જ ગ્રુપ પાસેથી મદદ લઈ બે ગાડીઓ લીધી અને તેને એમ્બ્યુલન્સ બનાવી દીધી હતી. 

ફારુકભાઈ મોદન છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવા-થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે. આવા સમયે તેઓ પોતાના પુત્ર સાતે દિવસ રાત કોરોના દર્દીઓની પાસેથી એક પણ રૂપિયો લીધા વિના તેમને હોસ્પિટલ પહોંચાડી નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે. ફારુકભાઈ અને તેમનો દીકરો ફોન પર સમાચાર મળતા જ કોરોનાના દર્દીઓને ઘરેથી લઈ રાજકોટ, જૂનાગઢ, સાંકળી તેમજ આપસાની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડે છે. અત્યાર સુધીમાં ફારુકભાઈએ 50 જેટલા દર્દીઓને રાજકોટ-જૂનાગઢ પહોંચ્યા છે. 

એટલું જ નહીં, જેતપુરમાં પણ તેમની એમ્બ્લ્યુલન્સ દિવસ-રાત ચાલી રહી છે. તેમની આ સેવાને કારણે કેટલાય લોકોના જીવ બચ્યા છે. 

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12955 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 131 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7912 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 12995 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,77,391  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે. જેમાંથી 792  લોકો વેન્ટિલેટર પર અને 147332 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.37 ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 22 , સુરત કોર્પોરેશન-8, રાજકોટ કોર્પોરેશમાં 10,   વડોદરા કોર્પોરેશન 8, મહેસાણા  2, જામનગર કોર્પોરેશમાં 9,   વડોદરા 5, સુરત 5,   જામનગર-5,  ભાવનગર કોર્પોરેશન 3,  પંચમહાલ -2, નવસારી-1, દાહોદ-1, સુરેન્દ્રનગર-2, જુનાગઢ-5, ગીર સોમનાથ-1, જુનાગઢ કોર્પોરેશન-4, મહીસાગર-2, ખેડા-2,  કચ્છ-3, રાજકોટ-6, આણંદ-1,  અમરેલી-1, બનાસકાંઠા-4, પાટણ-1, સાબરકાંઠા-5, અરવલ્લી-1, છોટા ઉદેપુર-1, વલસાડ-1, મોરબી-1, ભરુચ-2, નર્મદા-2, ભાવનગર-5, અમદાવાદ-1 અને બટાદમાં 1ના મોત સાથે કુલ 133 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4174 , સુરત કોર્પોરેશન-1168, વડોદરા કોર્પોરેશમાં 722,  મહેસાણા-525, જામનગર કોર્પોરેશન-398, રાજકોટ કોર્પોરેશન-391,  વડોદરા-385, જામનગર-339,  ભાવનગર કોર્પોરેશન 307, સુરત-298, પંચમહાલ -237, નવસારી-216, દાહોદ-198, સુરેન્દ્રનગર-195, જુનાગઢ-193, ગીર સોમનાથ-192, જુનાગઢ કોર્પોરેશન-189, મહીસાગર-188, ખેડા-180,  કચ્છ-173, રાજકોટ-170, ગાંધીનગર-158, આણંદ-157, અમરેલી-156, બનાસકાંઠા-156, પાટણ-154,  ગાંધીનગર કોર્પોરેશન- 148, સાબરકાંઠા-147, અરવલ્લી-124, છોટા ઉદેપુર-118, વલસાડ-118, તાપી-113, મોરબી-92, ભરુચ-91, નર્મદા-87, ભાવનગર-84, અમદાવાદ-74, દેવભૂમિ દ્વારકા-58, પોરબંદર-44, ડાંગ-20 અને બટાદમાં 18 કેસ સાથે  કુલ 12955  કેસ નોંધાયા છે.  

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,00,91,519 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 27,51,964  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,28,43,483 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 36,226 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 30,678 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 65,480 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
Embed widget