Rajkot : નિરાલી રિસોર્ટમાં લાગેલી આગ મામલે થયો મોટો ધડાકો, દરવાજો ખોલનારે શું આપ્યું મોટું નિવેદન?
દાઝેલા લોકો ગભરાઈ ગયા હોવાથી ઊંઘો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા. આગ સમયે હાજર ચન્દ્રસિંગ બિસ્તએ જણાવ્યું દરવાજો ખુલો જ હતો. બચાવ કામગીરી સમયે દરવાજો ખોલનાર કર્મચારીએ આપ્યું નિવેદન.
રાજકોટઃ કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં પાછળ આવેલ રહેણાક રૂમમાં લાગેલી આગમાં કેટરિંગ કામ કરતા 8 કર્મચારીઓ દાઝ્યા હતા. ત્યારે હવે આ આગ મામલે મોટો ધડાકો થયો છે. રાજકોટના નિરાલી રિસોર્ટમા કામ કરતા કર્મચારીએ કહ્યું, દાઝેલા લોકો દરવાજાને લાત મારતા હતા. દાઝેલા લોકો ગભરાઈ ગયા હોવાથી ઊંઘો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા હતા. આગ સમયે હાજર ચન્દ્રસિંગ બિસ્તએ જણાવ્યું દરવાજો ખુલો જ હતો. બચાવ કામગીરી સમયે દરવાજો ખોલનાર કર્મચારીએ આપ્યું નિવેદન.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના પછી કયા રોગે મચાવ્યો કેર, સાત દિવસમાં ત્રીજું મોત થતાં તંત્ર થયું દોડતું
આ આગની ઘટના પછી તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગ લાગી કે કોઈએ લગાડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપરના વતની છે. આગ લાગ્યા સમયે દરવાજો બહારથી બંધ હોવાનું ભોગ બનનારનું રટણ છે.
આગ લગાડવામાં આવી છે કે કેમ તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે. આગ લાગી એ સમયે બહાર દરવાજો કોને બંધ કર્યો તેની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા FSLની મદદ લેવામાં આવી. આગ લાગી કે લાગવાઈ FSL રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે.
આ પણ વાંચોઃ ગુજરાત ભાજપ સાંસદના કથિત સેક્સ વીડિયો કેસમાં ‘આપ’ના કાર્યકર સહિત બેની ધરપકડ, જાણો પોલીસે શું નોંધ્યો કેસ ?
દાઝેલા કર્મચારીઓ
રાજુભાઇ લબાના
લોકેશ લબાના
હિતેશ લબાના
દેવીલાલ લબાના
લક્ષ્મણ લબાના
દિપક લબાના
શાંતિપ્રસાદ લબાના
ચિરાગ લબાના
ગુજરાતમાં કોરોના પછી કયા રોગે મચાવ્યો કેર, સાત દિવસમાં ત્રીજું મોત થતાં તંત્ર થયું દોડતું
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના પછી હવે ડેંગ્યુએ માથું ઉંચક્યું છે. છેલ્લા 7 દિવસમાં જ રાજ્યમાં 3 લોકોના મોતથી તંત્ર દોડતું થઈ ગયું છે. આજે સુરતના વેસુમાં મહિલાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું છે. 44 વર્ષીય મેના દેવી જૈનનું મોત નીપજ્યું છે. મહિલા વેસુ VIP પામ એવન્યુમાં રહેતી હતી. પામ એવન્યુની બાજુમાં કન્ટ્રક્શન સાઇટમાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરોની ઉત્પત્તિ થઈ હતી. વારંવાર ફરિયાદ છતાં કોઈ નિકાલ કરાયો નહોતો. મહિલાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ડેન્ગ્યુ નિદાન થયું હતું. આ પછી સારવાર દરમ્યાન મોત થયું હતું.
છેલ્લા 6 માસમાં ડેન્યુના 42 કેસ નોંધાયા છે. મલેરિયાના 103 કેસ નોંધાયા હતા. ગઈ કાલે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ડેન્ગ્યુથી ૯ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. રોહિત ફળિયા વિસ્તારમાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળાની શક્યતા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરાયો છે.
ગત 5 ઓગસ્ટે વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું હતું. આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું ડેંગ્યુથી મોત નીપજ્યું હતું. ડેંગ્યુના કારણે મોતને ભેટનાર સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી. 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પાણી જન્ય રોગચાળાએ નેશનલ પ્લેયર સાક્ષી રાવલ નો ભોગ લીધો હતો. નેશનલ પ્લેયર સાક્ષી રાવલના મોતથી પરિવારજનો અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી ફરી વળી હતી.