સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં ગોલ્ડ ડિલર એસોસિએશને લીધો મોટો નિર્ણય, કર્મચારી રસી લીધા વગર આવશે તો....
લોકડાઉન (Lockdown) ખૂલ્યા બાદ કોઇ કર્મચારી વેક્સિન (Corona Vaccine) લીધા વગર આવશે તો કામ પર નહીં લેવામા આવે. તમામ સોની વેપારીઓ તેમજ કારીગરો માટે વેકસીન લેવી ફરજીયાત બનાવવામાં આવી છે.
રાજકોટ: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન રાજકોટમાં ગોલ્ડ ડિલર એસોસિએશને (Gold Dealer Association) મોટો નિર્ણય લીધો છે. જે મુજબ લોકડાઉન (Lockdown) ખૂલ્યા બાદ કોઇ કર્મચારી વેક્સિન (Corona Vaccine) લીધા વગર આવશે તો કામ પર નહીં લેવામા આવે. તમામ સોની વેપારીઓ તેમજ કારીગરો માટે વેકસીન લેવી ફરજીયાત બનાવવામાં આવી છે.
રાજ્યમાં હવે કોવિશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ 42 દિવસ બાદ જ મળશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પહેલા ડોઝના 42 દિવસ બાદ બીજો ડોઝ મળશે.ભારત સરકાર તરફથી મળેલ ગાઈડલાઈન અનુસાર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યક્તિઓ પોતાનો બીજો ડોઝ ૪૨ દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં આજથી અપડેટ કરી દેવામાં આવેલ છે અને 42 દિવસ બાદ કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.
ગુજરાતમાં ૨૩ દિવસ બાદ ૧૧ હજારથી ઓછા કેસ
ગુજરાતમાં ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૯૯૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૧૮ના મૃત્યુ થયા હતા છે. આ સાથે દૈનિક કેસનો આંક ૧૧ હજારથી નીચે ગયો હોય તેવું ૨૩ દિવસમાં પ્રથમવાર બન્યું છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૭ લાખને પાર થયો છે. ૭ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા હોય તેવું ગુજરાત ૧૧મું રાજ્ય છે. હાલમાં કુલ કેસ ૭,૦૩,૫૯૪ જ્યારે કુલ મરણાંક ૮,૬૨૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ ૧૫,૧૯૮ દર્દી કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ વધીને હવે ૮૦.૦૪% છે. હાલમાં ૧,૩૧,૮૩૨ એક્ટિવ કેસ છે જ્યારે ૭૯૮ દર્દી વેન્ટિલેટર પર છે. ,૩૫,૭૮૭ ટેસ્ટ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક ૧.૯૪ કરોડ છે. રાજ્યમાં હાલ ૪,૬૩,૭૦૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
આ પણ વાંચોઃ કોરોના ડ્યૂટી દરમિયાન જીવ ગુમાવનારા ડોક્ટરોના પરિવારને આ રાજ્ય આપશે 25 લાખની સહાય
સોનામાં રોકાણનો શ્રેષ્ઠ સમય, દિવાળી સુધીમાં ભાવ પહોંચી શકે છે 60 હજાર સુધી
કોરોનાની બીજી લહેરમાં બાળકોમાં જોવા મળી રહ્યા છે આ છ લક્ષણ, જાણો શું શું થાય છે