(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં કામવાળીએ પ્રેમી સાથે મળી લૂંટ્યા હતા 15 લાખ, પોલીસે માત્ર 36 કલાકમાં આરોપીઓને ઝડપ્યા
રાજકોટમાં કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલી 15 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો હતો
રાજકોટમાં કોહિનૂર એપાર્ટમેન્ટમાં થયેલી 15 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. મળતી જાણકારી અનુસાર, રાજકોટના પોશ વિસ્તારમાં ધોળેદહાડે લાખોના લૂંટની ઘટના બની હતી. રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક કોહીનૂર એપાર્ટમેન્ટમાં એક વૃદ્ધાને બંધક બનાવીને 15 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. જોકે પોલીસે ફક્ત 36 કલાકમાં લૂંટમાં સામેલ નેપાળની કામવાળી અને તેના પ્રેમી સહિત ત્રણને દબોચી લીધા હતા.
મળતી માહિતી અનુસાર, 15 લાખની લૂંટ ચલાવી જૂનાગઢમાં છૂપાયેલા નેપાળી કામવાળી અને તેન પ્રેમી સહિત ત્રણની પોલીસે ધરપકડ કરી હતી. વાસ્તવમાં કામવાળી અને તેના સાગરિતો લૂંટ ચલાવી રાજકોટથી જૂનાગઢ પહોચ્યા હતા. આ માટે તેઓએ ત્રણ રિક્ષા બદલી અને ખાનગી બસમાં બેઠા હતા. એટલું જ નહી પોલીસથી બચવા માટે કામવાળીના પ્રેમીએ દાઢી મૂંછ મુંડાવી નાખ્યા હતા. પોલીસે આરોપીઓને પકડવા માટે 200 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આખરે પોલીસે જૂનાગઢ ભવનાથમાં 50 જેટલી ધર્મશાળા ,હોટલ, ગેસ્ટ હાઉસમાં તપાસ બાદ ધરપકડ કરી હતી. વાંઝા જ્ઞાતિની વાડીમાં 6 ટીમના 40 થી વધુ પોલીસ ત્રાટક્યા હતા.
Rajkot: નામ ઠામ વિનાની ડ્રાઇવિંગ સ્કૂલો પર RTOની તવાઇ, સરપ્રાઇઝ ચેકિંગમાં આટલી બધી બૉગસ સ્કૂલો પકડાઇ
Rajkot: રાજકોટમાં RTOની મોટી કાર્યવાહી સામે આવી છે, RTOએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતુ, આ દરમિયાન લગભગ 31 જેટલી બૉગસ ડ્રાઇવિંગો પકડાઇ હતી, ખાસ વાત છે કે, આ ડ્રાઇવિંગ સ્કૂલોના કોઇ નામ સરનામા ન હતા, અને માત્ર રસ્તાં પર જ આની કારો દોડતી હતી.
રાજકોટમાં RTO દ્વારા અચાનક ડ્રાઇવિંગ સ્કૂલ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 31 જેટલી ડ્રાઇવિંગ સ્કૂલો સરનામા વિનાની નીકળતા RTOએ સસ્પેન્ડ કરવાની નૉટિસ ફટકારવામાં આવી હતી. RTOની આ તપાસમાં સ્થળ પર જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ, જેમાં કોઇપણ ડ્રાઇવિંગ સ્કૂલની ઓફિસો જ ન હતી મળી, પરંતુ આ ડ્રાઇવિંગ સ્કૂલોની કારો માત્ર રસ્તાં પર જ દોડવાઇ રહી હતી. ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોને 15 જૂન સુધીમાં દસ્તાવેજો સાથે આરટીઓમાં હાજર થવા આદેશો આપવામાં આવ્યા છે.
રાજકોટમાં બીજેપી નેતાએ કર્યું ફાયરિંગ, પોલીસે અટકાયત કરતા અગ્રણીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશને
રાજકોટ: શહેરના સોરઠીયા વાડી સર્કલ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. મંત્રી લખેલ ગાડીમાંથી ફાયરીંગ કરવામાં આવ્યું છે. બે રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા છે. પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ સોરઠીયાના પુત્ર યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. કયા કારણે ફાયરિંગ કરવામાં આવ્યું તે બાબતે ભક્તિનગર પોલીસે તપાસ શરુ કરી છે. ઘટનાની જાણ થતા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ સહિતના અગ્રણીઓ ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. નરેન્દ્ર ડવે કહ્યું કે, કરણ સોરઠીયા યુરીનલ કરવા માટે ગયા હતા ત્યારે યુરીનલ બંધ કરવામાં આવતું હતું. યુરીનલમાં રહેલા કર્મચારીઓ અને કરણ વચ્ચે બોલાચાલી થઈ અને કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. ભક્તિનગર પોલીસ દ્વારા કરણ સોરઠીયાની અટકાયત કરવામાં આવી છે