શોધખોળ કરો
રાજકોટ: સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ભારત-ઈંગ્લેંડ વચ્ચે રમાનાર ટેસ્ટ મેચનો ખર્ચ SCA આપશે
રાજકોટ: રાજકોટ ના ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આગામી ૯ નવેમ્બર ના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવવાની છે ત્યારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈ દ્વારા નાણા ની લેવડ દેવડ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જેની સીધી અસર રાજકોટ માં રમાનાર ટેસ્ટ મેચ ઉપર પડવાની આશંકા હતી, પરંતુ આ આશંકા ને સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશને દૂર કરી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશનનાં સેક્રેટરી નિરંજનભાઈ શાહે સ્પષ્ટ જણાવ્યું હતું કે ફંડ નાં કારણે મેચ રદ કરવામાં નહિ આવે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશન તેમના પોતાના ખર્ચે આ મેચ રમાડશે અને જે પણ કઈ ખર્ચ થશે તે સંપૂર્ણ પોતાના એશોસિયેશન ના ફંડમાંથી ચૂકવી ને મેચ રદ નહિ કરવામાં આવે. સૌરાષ્ટ્રવાસીઓ ને ટેસ્ટ મેચ જોવાનો લાવો મળે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશન ટેસ્ટ સેન્ટર બને તે માટે આ મેચ ને રદ કરવામાં નહિ આવે. નિરંજન શાહ એ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય સામે કહી પણ ટીપણ્ણી ના કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ નો નિર્ણય આવકાર્ય છે અને અમે તેનું ચુસ્ત પણે પાલન કરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement