રાજકોટમાં મોરેશિયસના પ્રધાનમંત્રી PM પ્રવિંદ કુમારનો ભવ્ય રોડ શૉ યોજાયો, લોકનૃત્યો સાથે સ્વાગત કરાયું
ગઈકાલે રવિવારે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ ભારતના પ્રવાસે આવ્યા છે. આજે પ્રવિંદ કુમાર રાજકોટના મહેમાન બન્યા હતા.
રાજકોટઃ ગઈકાલે રવિવારે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ ભારતના પ્રવાસે આવ્યા છે. આવતિકાલે પ્રવિંદ કુમાર જામનગર ખાતે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે. આ પહેલાં આજે પ્રવિંદ કુમાર રાજકોટના મહેમાન બન્યા હતા. આ દરમિયાન રાજકોટ એરપોર્ટ ખાતે બે કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને સર્બાનંદ સોનોવાલે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનું સ્વાગત કર્યું હતું. આ સ્વાગતમાં ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ પર સ્વાગત કર્યા બાદ PM પ્રવિંદ કુમારનો એરપોર્ટથી એક કિલોમીટર સુધીનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં વિવિધ સંસ્થાઓ અને ભાજપના કાર્યકરો દ્વારા પ્રવિંદ કુમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રોડ શોના મુખ્ય આકર્ષણઃ
રાજકોટમાં યોજાયેલા એક કિલોમીટરના આ રોડ શોમાં નાસિક ઢોલ, ડીજે તથા ઢોલ-નગારા સાથે મોરેશિયસના પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે રોડ શોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તલવાર રાસ, આદિવાસી નૃત્ય અને કથ્થક નૃત્ય પણ રજુ કરવામાં આવ્યા હતા. આ સાંસ્કૃત સ્વાગત જોઈને મોરેસિયસના પ્રધાનમંત્રી અને તેમના પત્નિ અભિભૂત થયા હતા.
તંત્રની તૈયારીઓઃ
મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથના આ રોડ શોનું સંપુર્ણ આયોજન રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પીએમ પ્રવિંદ કુમારના આગમનથી લઈને આવતીકાલના પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમની સુધીની વ્યવસ્થા કરાઈ છે. આજે યોજાયેલા આ રોડ શો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ડીસીપી પ્રવિણકુમાર મીણાની અધ્યક્ષતામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ