શોધખોળ કરો
Advertisement
Rajkot: મોબાઈલથી બાળકો રમતાં હતાં ને અચાનક બેટરી ફાટતાં બે બાળકોનું શું થયું ? જાણો આધાતજનક ઘટના
આ ઘટના વાંકાનેર તાલુકાના વિનયગઢની છે. બાળકો મોબાઈલથી રમતા હતા ત્યારે જ અચાનક મોબાઈલની બેટરી ફાટી હતી અને બન્ને બાળકો દાજી ગયા હતા.
રાજકોટઃ જો તમે તમારા બાળકને રમવા માટે મોબાઈલ આપો છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. રાજકોટમાં એક એવી ઘટના બની છે જેના વિશે સાંભળ્યા પછી કોઈપણ માતા પિતા પોતાના બાળકને રમવા માટે મોબાઈલ નહીં આપે.
રાજકોટમાં બે બાળકો મોબાઈલથી રમતા હતા ત્યારે મોબાઈલની બેટરી ફાટતા બન્ને બાળક દાજી ગયા છે. આ ઘટના વાંકાનેર તાલુકાના વિનયગઢની છે. બાળકો મોબાઈલથી રમતા હતા ત્યારે જ અચાનક મોબાઈલની બેટરી ફાટી હતી અને બન્ને બાળકો દાજી ગયા હતા.
મળતી માહિતી મુજબ ભાઈ-બહેનને બન્ને દાજી જતા બન્નેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં બાળકી સપના ઠાકોરને રાજકોટની જ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બાળક વિજય છાકોરને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement