શોધખોળ કરો

Moon Mission: ચંદ્ર પર માનવ મોકલવા માટે આગામી મહિને ટેસ્ટ વ્હીકલ મોકલાશે, રાજકોટમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ પ્રૉજેક્ટ વિશે આપી માહિતી

ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના વૈજ્ઞાનિકો રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમને માહિતી આપતા કહ્યું કે, ભારતનું મિશન ચંદ્ર પર માનવ મોકલવાનું છે

Rajkot, Moon Mission: ગઇ 23 તારીખે ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ અવકાશમાં ઇતિહાસ રચી દીધો હતો. ભારતની ઇસરોએ સૌથી પહેલા ચંદ્રયાન 3ને ચંદ્રના સાઉથ પૉલ પર ઉતરાણ કરીને મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. ખાસ વાત છે કે, ચંદ્ર પર મૂન મિશન કરવામાં દુનિયામાં માત્ર ચાર દેશો જ સક્સેસ મેળવી શક્યા છે, આમાં અમેરિકા, રશિયા, ચીન અને હવે ભારતનું નામ સામેલ થઇ ગયુ છે. પરંતુ ભારત આટલેથી અટકવાનું નથી, હાલમાં જ રાજકોટમાં આવેલા ઇસરોના વૈજ્ઞાનિકે આગામી પ્રૉજેક્ટ વિશે ખુલાસો કર્યો છે. જાણો વૈજ્ઞાનિકે શું કહ્યું.

તાજેતરમાં જ ભારતીય સ્પેસ એજન્સી ઇસરોના વૈજ્ઞાનિકો રાજકોટ પહોંચ્યા હતા. અહીં તેમને માહિતી આપતા કહ્યું કે, ભારતનું મિશન ચંદ્ર પર માનવ મોકલવાનું છે, ઇસરો બહુ જલદી આગામી સમયમાં ચંદ્ર પર માનવો ઉતારશે. ઇસરો આગામી મહિને ટેસ્ટ વ્હીકલ મોકલશે. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં ઈસરોના વૈજ્ઞાાનિકોએ આ મહત્વકાંક્ષી પ્રૉજેક્ટની માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ધરતી ઉપર ભૂકંપોની આવે છે, તેમ ચંદ્ર ઉપર ચંદ્રકંપો આવે છે, તેવું ચંદ્રયાન દ્વારા નોંધવામાં આવેલું છે. વૈજ્ઞાનિકોએ વધુમાં કહ્યું કે, માનવ સાથે અંતરિક્ષમાં મોકલાયેલ યાનમાં કોઈ મૂશ્કેલી જણાય તો પરત લાવવા ઈસરોએ ડિઝાઈન બનાવી છે, અને હવે તેનું ટેસ્ટીંગ થશે. 

અત્યારે કેવું દેખાય છે Vikram Lander, ચંદ્રયાન-2ના ઓર્બિટરે ખેંચી તસવીર

ઇસરો તરફથી ભારતના મૂન મિશન માટે ગયેલું ચંદ્રયાન 3નું લેટેલ્ટ અપડેટ સામે આવ્યુ છે. ચંદ્રયાન 3નું રૉવર અને લેન્ડર બન્ને અત્યારે કેવી સ્થિતિમાં છે, તેની તસવીરો ઇસરોએ શેર કરી છે. 5 સપ્ટેમ્બર, 2023એ ચંદ્રના તે ભાગમાં રાત હતી જ્યાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર છે. હવે ચંદ્રયાન-3નું લેન્ડર અંધારામાં કેવું દેખાય છે ? આ જાણવા માટે ચંદ્રયાન-2નું ઓર્બિટર તેની ઉપરથી પસાર થયું હતું. ઓર્બિટરમાં લગાવવામાં આવેલા ખાસ કેમેરાએ રાતના અંધારામાં ચંદ્રયાન-3 લેન્ડરની તસવીર ખેંચી હતી.  6 સપ્ટેમ્બર, 2023એ લીધેલી આ તસવીરમાં ચંદ્રની સપાટી બ્લૂ, ગ્રીન અને ડાર્ક બ્લેક દેખાય છે. આની વચ્ચે અમારું વિક્રમ લેન્ડર પીળા પ્રકાશ સાથે પીળા વર્તુળમાં દેખાય છે. અહીં ત્રણ ચિત્રો છે. ડાબી બાજુનો પ્રથમ વર્ટિકલ ફોટો એ વિસ્તાર દર્શાવે છે જ્યાં લેન્ડર પીળા ચોરસ બૉક્સમાં ઉતર્યું હતું. જમણી બાજુનો ઉપરનો ફોટો 6 સપ્ટેમ્બરનો ફોટો છે, જેમાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ગોળ પીળા વર્તુળમાં પીળા પ્રકાશમાં દેખાય છે. નીચે 2 જૂન, 2023નો ફોટો છે, જ્યારે લેન્ડર ત્યાં ઉતર્યું ના હતું. વાસ્તવમાં, આ તસવીર ચંદ્રયાન-3ના ઓર્બિટરમાં સ્થાપિત ડ્યૂઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક અપર્ચર રડાર (DFSAR) દ્વારા લેવામાં આવી છે.

Moon Mission: ચંદ્ર પર માનવ મોકલવા માટે આગામી મહિને ટેસ્ટ વ્હીકલ મોકલાશે, રાજકોટમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ પ્રૉજેક્ટ વિશે આપી માહિતી

અંધારામાં તસવીર લેવાવાળું ખાસ યંત્ર DFSAR - 
ડીએફએસએઆર એક ખાસ ડિવાઇસ છે, જે રાત્રિના અંધારામાં ઉચ્ચ રિઝૉલ્યૂશન પૉલેરીમેટ્રિક મૉડમાં તસવીરો લે છે. એટલે કે તે અંધારામાં ધાતુઓમાંથી ઉત્સર્જિત ગરમી અને પ્રકાશને પકડે છે. તે કુદરતી રીતે બનતી ધાતુ હોય કે પછી માનવીઓ દ્વારા ધાતુઓમાંથી બનેલી વસ્તુ હોય.

આ પહેલા પણ ચંદ્રયાન-2 ઓર્બિટરે લીધી હતી તસવીર - 
ચંદ્રયાન-2ના ઓર્બિટરે 25 ઓગસ્ટ 2023એ ચંદ્રયાન-3ની તસવીર પણ લીધી હતી. તે બે ફોટાનું સંયોજન હતું. જેમાં ડાબી બાજુના ફોટામાં ખાલી જગ્યા છે. જમણા ફોટામાં લેન્ડર ચંદ્રની સપાટી પર દેખાય છે. આ તસવીરમાં લેન્ડરને ઝૂમ કરીને ઇનસેટમાં બતાવવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2 ઓર્બિટર હાઈ રિઝૉલ્યૂશન કેમેરા (OHRC)થી સજ્જ છે. બંને ફોટા ઉતરાણના દિવસે લેવામાં આવ્યા હતા. ડાબી બાજુનો પહેલો ફોટો 23 ઓગસ્ટે બપોરે 2:28 વાગ્યે લેવામાં આવ્યો હતો, જેમાં ચંદ્રની સપાટી પર કોઈ લેન્ડર દેખાતું નથી. બીજો ફોટો 23 ઓગસ્ટે રાત્રે 10:17 વાગ્યે લેવામાં આવ્યો હતો. જેમાં વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતરતું જોવા મળે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget