શોધખોળ કરો

Rajkot: વધુ એક પાખંડી ભુવાનો પર્દાફાશ, નડતર દૂર કરવાની વિધિ માટે માતા-પુત્રી પાસે શરીર સુખની કરી માંગણી

Latest Rajkot News: સમગ્ર મામલે પરિણીતાએ પોલીસનો સંપર્ક સાધી પોતાની આપવીતી જણાવતા હાલ ભુવાને પોલીસ દ્વારા સકંજામાં લીધો હતો અને પૂછપરછ શરૂ કરી છે.

Rajkot News: રાજકોટમાં વધુ એક ઢોંગી ભુવાનો પર્દાફાશ થયો છે. 75 વર્ષીય ભુવાએ નડતર દૂર કરવા વિધિ કરવી પડશે તેમ કહી 21 હજાર રૂપિયા માંગ્યા હતા. ઉપરાંત માતા અને પુત્રીએ શરીર સંબંઘ બાંધવા દેવો પડશે તેમ પણ જણાવ્યું હતું. ભક્તિનગર પોલીસ દ્વારા પરણિતાની ફરીયાદના આધારે ગોંડલના રત્ના ભૂવાને સકંજામાં લીધો હતો. સામાજીક અને વૈવાહિક જીવનમાં ચાલતી તકલીફો દૂર કરવા પરણીતાએ ભુવાનો સંપર્ક કર્યો હતો.

શું છે મામલો

પરિણીતા છેલ્લા કેટલાય સમયથી સામાજિક તેમજ લગ્ન જીવનમાં કેટલીક તકલીફો સહન કરી રહી છે. જેના કારણે થોડા સમય રત્ના ડાભી નામના ભુવાના સંપર્કમાં આવી હતી. પોતાની જાતને ભુવા તરીકે ઓળખાવનારા ડાભીએ પરિણીતાને કહ્યું હતું કે, તમારી ઉપર કોઈ વશીકરણ કરી નાખ્યું છે. જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે એક વિધિ કરાવવી પડશે. જે માટે તમારે રૂપિયા 15000 અને તમારી પુત્રીના રૂપિયા 6,000 આપવા પડશે. એટલું જ નહીં, તમારે અને તમારી પુત્રી સાથે શરીર સુખ બાંધવાથી તમામ તકલીફો પણ દૂર થઈ જશે. ત્યારે સમગ્ર મામલે પરિણીતાએ પોલીસનો સંપર્ક સાધી પોતાની આપવીતી જણાવતા હાલ ભુવાને પોલીસ દ્વારા સકંજામાં લીધો હતો અને પૂછપરછ શરૂ કરી છે.

ભુવા રત્ના ડાભી ગોંડલથી રાજકોટ મહિલાના ઘરે આવ્યો હતો. ભુવાના આગમનથી તમામ કષ્ટ દૂર થઈ જશે તેવું પરિણીતાને લાગી રહ્યું હતું. પરંતુ ભુવા દ્વારા અભદ્ર માગણી કરવામાં આવતા મહિલા ચોંકી ઉઠી હતી. ભક્તિનગર પોલીસની તપાસમાં આરોપી અન્ય કોઈ મહિલા પાસે આવી માંગણી કરી છે કે કેમ અને કેટલા રૂપિયા લીધા તેની વિગતો બહાર આવી શકે છે.

રાજકોટમાં લગ્નની સીડી બતાવવા બહાને યુવતિ ઉપર હોટેલમાં દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. નર્સિંગ કોર્સ દરમિયાન જૂનાગઢના યુવક સાથે યુવતીને પરિચય થયો હતો. યુવતીના સમૂહમાં લગ્ન થયા હતા, જેનું વિડિયો શૂટિંગ પરિચિત આરોપી ગિરીશ દ્વારા કરવામાં આવ્યું હતું. યુવતીની ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

ડમ્પર નીચે આવી જતાં બાઇક ચાલકનું કરૂણ મોત, દેત્રોજ ગામ પાસે બની ઘટના

સુરતમાં કિશોરીને યુવક લઈ ગયો હોટલમાં, મધરાતે રડતી રડતી ઘરે પહોંચી ને પછી.....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget