શોધખોળ કરો

Rajkot: નકલી DYSP મામલે વધુ એક ફરિયાદ, રાજકોટ પોલીસે બે શખ્સો વિરૂદ્ધ કરી કાર્યવાહી, જાણો શું કરતાં હતા બન્ને ?

રાજ્યમાં ઠેર ઠેર નકલીનો ખેલ જામી રહ્યો છે, રાજકોટ ગ્રામ્યમાંથી નકલી DYSP મામલે વધુ બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે

Rajkot News: રાજ્યમાં નકલીનો ખેલ યથાવત છે, નકલીનો જોરદાર રાફડો ફાટી નીકળ્યો છે, તાજેતરમાં જ નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ નકલી DYSP ઝડપાયો હતો, હવે મામલે વધુ એક મોટુ કૌભાંડ રાજકોટમાંથી ખુલ્યુ છે, હાલમાં રાજકોટ ગ્રામ્યમાંથી બે શખ્સો વિરૂદ્ધ વધુ એક નકલી DYSP મામલે ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદ બાદ પોલીસ દોડતી થઇ છે, અને તપાસ ચાલુ કરી છે. 

તાજા માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર નકલીનો ખેલ જામી રહ્યો છે, રાજકોટ ગ્રામ્યમાંથી નકલી DYSP મામલે વધુ બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. જુનાગઢ, રાજકોટ શહેર બાદ હવે રાજકોટ ગ્રામ્યમાં પણ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વિનીત દવે અને શૈલેન્દ્ર વ્યાસ નામના બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. મામલો એવો છે કે, આ શખ્સોએ એક અરજદારને EPFO ઓફિસમાં જૂનિયર આસિસ્ટન્ટ તરીકેની પૉસ્ટ આપવાની લાલચ આપવામાં આવી હતી, અને તેની પાસેથી 16,51,000 રૂપિયાની મોટી રકમ ખંખેરી લીધી હતી, આ સમગ્ર છેતરપિંડી મામલે પોલીસે મોટી એક્શન લીધી છે. આ કેસમાં આરોપીઓએ અન્ય 2 અરજદારો પાસેથી પણ 34 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

આ પહેલા જૂનાગઢમાંથી નકલી MLA બાદ નકલી DYSP ઝડપાયો હતો - 
રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી IAS, નકલી IPS, નકલી સરકારી અધિકારી, નકલી MLAનો PA બાદ હવે જુનાગઢમાંથી હવે નકલી DYSP ઝડપાયો છે, આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. આ પહેલા નકલી MLA બની રોફ જમાવતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

નકલી અધિકારી, IPS બાદ હવે નકલી MLA ઝડપાયો છે.  જૂનાગઢમાં નકલી MLA બની ફરતા રાજેશ જાદવ નામના શખ્સની ધકપકડ કરવામાં આવી છે. મૂળ સીમાસી ગામનાં રાજેશ જાદવ પોતે MLA હોવાનો રૌફ જમાવતો હતો. જોકે સાબલપુર ચોકડી પાસે રૌફ જમાવતા આ નકલી MLAને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.

નકલી CMO અધિકારી
નકલી CMO અધિકારીની ઓળખ આપનાર અને વડોદરા પોલીસના જાપ્તામાંથી ફરાર થનાર આરોપી વિરાજ પટેલની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મિઝોરમથી ધરપકડ કરી છે. ગાંધીનગરના વિરાજ પટેલે મુંબઇની એક મહિલાને  CMOના અધિકારી તરીકેની ઓળખ આપી લગ્નની લાલચમાં ફસાવી હતી. આ સાથે યુવતીને ગુજરાતની ગિફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી મહિલાના ATM કાર્ડ ચોરી લઈ તેમાંથી 90000 ઉપાડી લીધા હતા. હોટેલમાં મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું જે મામલે  મહિલાએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ સાથે CMOના અધિકારી તરીકે ઓળખ આપી નકલી પાનકાર્ડ બનાવી તેનો સાચા પાનકાર્ડ તરીકે ઉપયોગ કરાયો હતો.  જે મામલે પણ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વિરાજ પટેલની ગાંધીનગરના સરગાસણથી પોલીસે ધરપકડ કરી હતી.  જોકે તે બાદ 10 નવેમ્બર 2023ના રોજ આરોપી વિરાજને દુષ્કર્મ મામલે વડોદરાની સેસન્સ કોર્ટ લાવવામાં આવ્યો હતો જ્યાંથી તે પોલીસ જાપ્તાને ચકમો આપી ભાગી ગયો હતો.

વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની  ખોટી ઓળખ આપી હતી  અને મહિલા મોડલને  ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.  વિરાજે આ મહિલા મોડલને  ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ  વિરાજ પટેલ ગાંધીનગરના સરગાસણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી હતી.

આરોપી વડોદરાથી છત્તીસગઢ, બિહાર, ત્રિપુરા જઈ આસામ અને મિઝોરમમાં આશ્રય લઈ રહ્યો હતો.  જોકે વિદેશ ભગવાની કોશિશ પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તેની મિઝોરમથી ધરપકડ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
Year Ender 2025:  રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
Year Ender 2025: રોહિત-કોહલીની ટેસ્ટમાંથી નિવૃતિ, આ ભારતીય દિગ્ગજોએ પણ આ વર્ષે ક્રિકેટને કર્યું અલવિદા
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Embed widget