RAJKOT: પીએમ મોદી આગામી 16 જુલાઇએ આવી શકે છે રાજકોટ, જાણો શું છે મોટો કાર્યક્રમ ?
રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને આગામી સમયમાં પીએમ મોદીના હસ્તો ખુલ્લુ મુકવામાં આવશે
![RAJKOT: પીએમ મોદી આગામી 16 જુલાઇએ આવી શકે છે રાજકોટ, જાણો શું છે મોટો કાર્યક્રમ ? RAJKOT: PM Modi will come rajkot on 16 july for inauguration of hirasar international airport RAJKOT: પીએમ મોદી આગામી 16 જુલાઇએ આવી શકે છે રાજકોટ, જાણો શું છે મોટો કાર્યક્રમ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/03/35025e24c665532f2769973cf35f8df11688384319104432_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગામી અઠવાડિયામાં ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. સમાચાર છે કે, પીએમ મોદી આગામી 16 જુલાઇએ રાજકોટની મુલાકાતે આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદી રાજકોટમાં હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે. એરપોર્ટને ખુલ્લુ મુકવાની તારીખ લગભગ પહેલાથી જ નક્કી થઇ ચૂકી છે, અને આ માટે હવે મોટો કાર્યક્રમ પણ યોજાવવાનો છે. ખાસ વાત છે કે, રાજકોટની મુલાકાત દરમિયાન પીએમ મોદીના હસ્તે કે. કે. વી. ચોક એલિવેટેડ બ્રિજ પણ ખુલ્લો મુકવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને આગામી સમયમાં પીએમ મોદીના હસ્તો ખુલ્લુ મુકવામાં આવશે. ખાસ વાત છે કે, હીરાસર એરપોર્ટ શરૂ થતા હાલનું ચાલુ જૂનું એરપોર્ટ બંધ થઇ જશે. નવા ગ્રિનફિલ્ડ એરપોર્ટ પર ટ્રાયલ રન પણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન અહીં નાના એરક્રાફ્ટથી થશે ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ.
કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણની ચર્ચા
કેન્દ્રિય મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે નવા બનેલા કન્વેન્શન સેન્ટરમાં યોજાય તેવી સંભાવના છે. વાસ્તવમાં રવિવારે મહારાષ્ટ્રમાં એક મોટી રાજકીય ઉથલપાથલ થઇ હતી. એનસીપી નેતા અજીત પવાર તેમની પાર્ટીના ઘણા ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા હતા. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાક્રમ બાદ કેન્દ્રીય કેબિનેટમાં પણ ફેરફાર થઈ શકે છે અને આજે યોજાનારી બેઠકમાં તેના પર ચર્ચા થઈ શકે છે.
પ્રફુલ પટેલ અને ફડણવીસને બનાવાઇ શકે છે મંત્રી
પીટીઆઇના જણાવ્યા અનુસાર, NCPના વરિષ્ઠ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામા આવી શકે છે. નોંધનીય છે કે પ્રફુલ પટેલે શરદ પવારને છોડીને અજિત પવાર સાથે હાથ મિલાવ્યા હતા. મહારાષ્ટ્રમાં નાયબમંત્રી તરીકે અજીત પવારના શપથ ગ્રહણ સાથે એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે રાજ્યમાં ભાજપના અગ્રણી નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ કેન્દ્ર સરકારમાં જવાબદારી મળી શકે છે પરંતુ ફડણવીસના નજીકના સૂત્રો કહે છે કે તેઓ માત્ર રાજ્યની રાજનીતિમાં સક્રીય રહેશે.
Join Our Official Telegram Channel:- https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)