સત્યનારાયણની કથા રોકાતા બ્રહ્મ સમાજમાં આક્રોશ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને શું આપી ચેતવણી?
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કથા બંધ કરાવતા સનાતન ધર્મના લોકોમાં ભારે આક્રોશ છે
રાજકોટના પારડી ગામે પીજીવીસીએલ કચેરીમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કથા બંધ કરાવાતા ભારે વિવાદ થયો હતો. અંધશ્રદ્ધાના વિરોધના બહાને સત્યનારાયણની કથામાં વિઘ્ન ઉભુ કરવાનો અને વિજ્ઞાન જાથાના નામે જયંત પંડ્યા પર તમાશો કરવાનો આરોપ લાગ્યો હતો. કોંગ્રેસ અગ્રણી અને બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે જ્યંત પંડ્યા હમેશા સનાતન ધર્મનો વિરોધ કરે છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કથા બંધ કરાવતા સનાતન ધર્મના લોકોમાં ભારે આક્રોશ છે.
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા વિરૂદ્ધ જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. PGVCLની ઓફિસમાં થઈ રહેલી કથામાં વિઘ્ન ઉભુ કરવાનો આરોપ લાગ્યો છે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી. સત્યનારાયણની કથાને અંધશ્રદ્ધા સાથે જોડવાનો પાનસેરીયાએ વિરોધ કર્યો હતો. પાનસેરીયાએ કહ્યું હતુ કે સત્યનારાયણની કથા અંધશ્રદ્ધાનો ક્યારેય વિષય નથી, સત્યનારાયણની કથા સહિતના વારસાને જીવંત રાખવો જરૂરી છે.
બ્રહ્મસમાજના અગ્રણી હેમાંગ રાવલે પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. હેમાંગ રાવલે કહ્યું હતું કે જયંત પંડ્યાએ કથા બંધ કરાવી છે. દરેક વ્યક્તિને ધર્મ, આસ્થા મનાવવાનો અધિકાર છે. જયંત પંડ્યાએ વારંવાર બંધારણીય અધિકારનું હનન કર્યુ છે. જયંત પંડ્યાએ મને ગર્ભીત ધમકી આપી હતી. ધાર્મિક કાર્યક્રમ બંધ કરાવવા ગયા હતા. બ્રહ્મ સમાજ જયંત પંડ્યા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે.
નોંધનીય છે કે પારડી સબ ડિવિઝનમાં 25 ઓક્ટો.એ કથા રાખી હતી. લાઈન ઈન્સ્પેક્ટર સી.આર.જાડેજા નિવૃત થયા હતા. સ્ટાફે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યુ હતુ. ડેપ્યુટી એન્જિનિયરે કહ્યું કે જયંત પંડ્યાના કહેવાથી કથા ટૂંકાવી દીધી હતી. સારા ઉદ્દેશથી કથાનું આયોજન કર્યુ હતુ. એક કર્મચારીએ કહ્યું કે સાંજે 5.30 વાગ્યા બાદ કથાનું આયોજન કર્યુ હતુ. અન્ય કર્મચારીઓ તો કામ કરતા જ હતા.હેમાંગ રાવલે કહ્યું જ્યંત પંડ્યા હમેશા સનાતન ધર્મનો વિરોધ કરે છે. જયંત પંડ્યાએ ગઈકાલે સત્યનારાયણ ભગવાનની કથા બંધ કરાવી હતી. આ ઘટનાને લઇને હેમાંગ રાવલ તેમજ યજ્ઞેશ દવેએ સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રાજકોટની નામાંકિત 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, પોલીસ થઈ દોડતી